test
આપકી યાત્રા સુખદ રહો, સિહોર અને અલંગના ૧૨૦૩ શ્રમિકોને લઈ ઉત્તરપ્રદેશના ગોરખપુર ટ્રેઈન દ્વારા રવાના 

અલવિદા સિહોર - મજૂરો પરિવારજનો સહિત ૪૪ શ્રમિકો વતન જતી વખતે ગદગદિત થયા, જિલ્લા માંથી ૧૨૦૩ શ્રમિકો રવાના

હરેશ પવાર
દેર આયે દૂરસ્ત આયે ! સિહોર અને જિલ્લામાં આવી વસેલા ગુજરાત બહારના શ્રમિકોને લોકડાઉન દરમિયાન અહીં વેતન-ભોજન અને કામકાજના અભાવે ફસાઈ ગયાની લાગણી હતી, તથા વતન પરત જવાની મંજૂરી મેળવવામાં પણ પગે પાણી ઉતરી રહ્યા છે, પરંતુ આજે ઉતરપ્રદેશના ૧૨૦૩ રહેવાસીઓની ખાસ ટ્રેન પૂરતી વ્યવસ્થા સાથે ઉપડી ત્યારે તેમને એ સંતોષ થયો હતો કે મોડે-મોડે પણ વતન જવા માટેનો જે પ્રબંધ ગોઠવાયો એ બહેતર જ છે. લોકડાઉનના કારણે સિહોર સહિત જિલ્લામા લાંબા સમયથી કામ કરતા પરપ્રાંતિય મજુરો હવે પોતાના વતન જવાની માંગ કરી રહ્યા છે. તેમની માંગોને વહીવટીતંત્ર દ્વારા ખુબ કાળજીપૂર્વક પરિપૂર્ણ કરવામાં આવી રહી છે.

સિહોરમાં કામ કરતા ૪૪ અને  અલંગમાં કામ કરતા ૧૧૫૯ શ્રમિકો કે જે ઉત્તરપ્રદેશના છે તેમને આજે બસો મારફતે ભાવનગર પોહચાડી અને ખાસ ટ્રેઈન મારફતે ગોરખપુર રવાના કરવામાં આવ્યા હતા. આ સંપૂર્ણ રવાનગી જીલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. લાંબા સમયના લોકડાઉન ને લઇ વિવિધ મથકો પર કામ કરતા અન્ય રાજ્યોના શ્રમિકો હવે પોતાના વતન પરત ફરવાની માંગ સરકાર પાસે કરતા સરકારે આ લોકોની માંગણી ને અમલી બનાવી તેમને પૂરી કાળજીપૂર્વક તેમના વતનમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે જેમાં આજે ભાવનગર કલેકટર ના માર્ગદર્શન હેઠળ સિહોરમાં ૪૪ અને અલંગના ૧૧૫૯ કામ કરતા ઉત્તરપ્રદેશના શ્રમિકો-નાગરીકોને ટ્રેન મારફત રવાના કરાયા હતા
Reviewed by ShankhnadNews on 20:32 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.