test
જ્યાં જરૂર પડે ત્યાં પાલીતાણા NSUI સહયોગ આપશે

તંત્રને જાણ કરી, જ્યાં જરૂર પડે ત્યાં કેજો, ૫૦ વિધાર્થીઓનું સંગઠન કાર્યરત છે

શંખનાદ કાર્યાલય
હાલ આપણે કોરોના વાયરસ સામે લડત દેવા ઝઝૂમી રહ્યા છે. દેશનું આરોગ્ય, સુરક્ષા,સફાઈ સહિતનું પ્રશાસન રાત દિવસ એક કરીને લોકો માટે ફરજ નિભાવી રહ્યું છે. તે અનુસંધાને વિધાર્થી પાંખ પાલિતાણા  N.S.U.I. જેમાં ૫૦ થી વધારે વિદ્યાર્થી ઓ કાર્યરત છે. પાલીતાણા ના આ વિધાર્થી સંગઠન દ્વારા આ કપરી પરિસ્થિતિમાં દેશસેવા માટે પોતાની તૈયારી તંત્રને બતાવી છે. પાલીતાણા પંથક માં કોઈ પણ શ્રેત્ર જેમ કે(આરોગ્ય અથવા સુરક્ષા બાબત ) આ વિધાર્થી પાંખ આપને બને તેટલો વધુ સહયોગ આપવા માંગે છે. રાષ્ટ્ર ભાવના સાર્થક થાય તે માટે કોઈ પણ જગ્યા એ N.S.U.I સંગઠન હર હંમેશ રાષ્ટ્ર સામે આવેલી આફત  સામે લડવા કટિબદ્ધ છે. તો આપ શ્રી ને અમારી વિનંતી છે કે આ રાષ્ટ્રહીત લડત માં અમારી વિધાર્થી પાંખ N.S.U.I.ના વિધાર્થી ઓને પણ લાભ મળે. આવા દેશના યુવાનો દેશ ઉપર આવતી આફતો સામે લડવા માટે મોટો શક્તિનો સ્ત્રોત છે. 
Reviewed by ShankhnadNews on 20:29 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.