એ ડોકટર નથી ભગવાન છે
Exclusive - સિહોર ટાણાના ડો.દિપક ભટ્ટી આપી રહ્યા છે દર્દીઓને મફત સારવાર
સલીમ બરફવાળા
આજે લોકડાઉન ના ૧૪ દિવસ પૂર્ણ થઈ ગયા છે. લોકડાઉન જાહેર થતા જ ઘણા તબીબોએ પોતાના હોસ્પિટલને અલીગઢના તાળા મારીને ઘરે બેસી ગયા હતા. ત્યારે સિહોરના ટાણા ગામે પોતાનું ખાનગી હોસ્પિટલ ચલાવતા ડો.દિપક ભટ્ટી એ આવા મહામારીના સમયમાં. દર્દીઓને અગવડતા ઉભી ના થાય તે માટે થઈને તેમને પોતાની હોસ્પિટલ શરૂ રાખીને દર્દીઓની તપાસ શરૂ રાખી છે. પરંતુ વાત એટલે અટકતી નથી હવે મુખ્ય વાત એવી પણ છે કે ડો.ભટ્ટી દ્વારા દર્દી દેવો ભવ નું વાક્ય સાર્થક કરતા લોકડાઉન સમયમાં કોઈ પણ દર્દી પાસે એક નવી પાઈ લીધા વગર સારવાર કરી રહ્યા છે. આ ઉપરાંત અહીં દાખલ કરવામાં આગતા દર્દીઓ પાસે પણ રૂપિયો લેવામાં નથી આવતો. અહીં છેલ્લા દસ દિવસથી વડીયા ગામના એક દર્દી દાખલ છે તો તેમને કરવામાં આવતી સારવાર તે ઉપરાંત તેમના માટે બે ટાઈમ જમવાની વ્યવસ્થા પણ ડો.ભટ્ટી દ્વારા કરવામાં આવી રહી છે.
ખરેખર આવા કટોટકી ના સમયે જે આગળ આવીને ઉભું રહે તે જ વીર કહેવાય. કોરોના જે સંક્રમણ થી ફેલાય છે છતાં સંપૂર્ણ સાવચેતી રાખીને દર્દીઓને કોઈ પણ જાતની હાલાકી પડે નહીં તે માટે થઈને પોતાની માનવતા ની મશાલ ટાણા ગામે ડોકટર ભટ્ટી દ્વારા શરૂ કરવામાં આવી છે. સારા સમયમાં દર્દીઓ ઉપર મસમોટી કાતર ફેરવતા ડોકટરો કોરોના ના ડર થી બહાર દેખાતા બંધ થઈ ગયા છે ત્યારે આવા ડો.ભટ્ટી જેવા તબીબ પ્રેરણા ના સ્તોત્ર છે. ખરેખર લોકોની કપરી પરિસ્થિતિમાં એક રૂપિયો લીધા વગર ફરજ નિભાવી તે ખરેખર પ્રશંસા ને પાત્ર છે. ડો.દિપકભાઈ નો પરિવાર અહીં ફરજ માં ખડેપગે ઉભો છે ત્યારે એ ડોકટર નથી હાલના સમયના ભગવાન છે

Reviewed by ShankhnadNews
on
20:58
Rating:

No comments: