સિહોર પાણીના ટાંકામાં પશુ નાખી જવાના મામલે શહેર કોંગ્રેસ મેદાનમાં, લાલઘૂમ
આ મામલે તંત્ર ફરિયાદી નહિ બને તો..પોલીસ મથકમાં કોંગ્રેસ ફરિયાદ કરશે, મામલો ગંભીર છે, જવાબદાર કર્મચારી સામે પણ કાર્યવાહી કરો - જયદીપસિંહ
હરેશ પવાર
સિહોર શહેરને પીવાનું પાણી જ્યાંથી સપ્લાય થાય છે તે પાણીના ટાંકામાં અસામાજિક તત્વો દ્વારા કોઈ મરેલું પશુ નાખી જતા મારે હોહા મચી છે ગઈકાલે શાશક અને વિપક્ષના સભ્યોની રજૂઆત બાદ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી અને ત્યાર બાદ આજે શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ આ મામલે લાલઘૂમ થયા છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે કોંગ્રેસની આવેલી અખબાર યાદીમાં સિહોર શહેર ને સપ્લાય કરાતા પાણીના ટાંકામા કોઈ અસામાજિક તત્ત્વો દવારા કોઈ જાનવર ની ડેડબોડી નાખી સમગ્ર પાણી ને દુષીત કરાયુ છે જે સિહોર ની જનતા ના આરોગ્ય સાથે જઘન્ય અપરાધ છે જયારે એક તરફ મહામારી સામે જજુમી રહેલી જનતા અને ઉપરથી સામાન્ય તાવ, શરદી, વગેરે ની વાયરલ બીમારી પણ ફેલાયેલી છે ત્યારે આવા જઘન્ય અપરાધ સાખી લેવાય નહિ જેથી પોલીસ ફરિયાદની માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે દોષીઓને શોધી તાત્કાલિક કાનુની કાર્યવાહી કરવામા આવે અને કર્મચારીઓની બેદરકારી સામે પણ યોગ્ય કાર્યવાહી કરવામા તેવી માંગ સાથે તાત્કાલિક સી.સી.કેમેરા થી આ ટાંકા તથા આસપાસ નો વિસ્તાર સજ્જ કરવાની માંગ કરી છે ઉપરાંત યાદીમાં જણાવ્યું છે કે કોંગ્રેસ હંમેશા સહકાર આપતી આવી છે પણ આવા જઘન્ય અપરાધ અને ઘોર બેદરકારી કદાપી સાખી લેવાઈ નહિ..ત્યારે સમગ્ર ઘટનાની તાકીદે કાર્યવાહી કરવા કોંગ્રેસે માંગ કરી છે

Reviewed by ShankhnadNews
on
20:53
Rating:

No comments: