test
સિહોર તાલુકાના ખેડૂતોની હાલત કફોડી, પુષ્કળ પાક તૈયાર પણ વેચવા જવામાં ભારે મુશ્કેલીઓ

રાજકીય ખેલાડીઓના પાપે સિહોર યાર્ડનું કામકાજ અધરતાલ, માલ તૈયાર છે ચિત્રા યાર્ડમાં વેચવા જવામાં હાલત કફોડી બની છે

ખેડૂતો માલ વેચવા જાય ત્યારે ખૂબ મુશ્કેલીઓ પડી રહી છે, ગાડી મજુર અને સહિત ખેડૂત પાસ વ્યવસ્થા થાય તે જરૂરી

મિલન કુવાડિયા
ગરીબો માટેના સદાવ્રત સહિતની સેવાકીય કામકાજો પુરજોશમાં શરૂ છે લોકડાઉનનો પ્રથમ તબબકો પૂરો થયો અને આજથી બીજો તબક્કો શરૂ થઈ ચૂક્યો છે સરકાર સાથે અનેક સેવાકીય સંસ્થા અને દાનવીરોએ કરોડો રૂપિયાના દાન લ્હાણી સાથે માનવતા મહેકાવી રહ્યા છે પરંતુ દિવસે દિવસે ખેડૂતોની હાલત કફોડી બની રહી છે તે હકીકત છે જિલ્લાની નહિ પણ પંથકની વાત કરીએ તો સિહોર સાથે તાલુકાભરમાં લીંબુ અને ડુંગળીનું પુષ્કળ થયેલ ઉત્પાદન ઘરમાં પડ્યું છે પરંતુ લોકડાઉનના કારણે અનેક પડતી મુશ્કેલીઓના કારણે ખેડૂતોની માઠી બેઠી છે માંડ કમોસમી માવઠાઓ માંથી બહાર આવીને ખેતરમાં પાકો થયા ત્યાં લોકડાઉન વચ્ચે વેચાણની વ્યવસ્થાઓ વિના વલોપાત શરૂ થયો છે હાલમાં તો લોકડાઉનના કારણે બજારો બંધ છે. સરકારની ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા પણ અટકી પડી છે. મજુરો ન મળવાની પણ મોટી સમસ્યા છે. ત્યારે, હવે તો બીજા લોકડાઉન તબક્કો પૂર્ણ થાય પછી બજારોમાં લીંબુ અને ડુંગળીના પાકો વેચાણ થઈ શકે છે ત્યારે સિહોર યાર્ડ ચાલુ નહિ થવાના કારણોમાં કેટલાક રાજકીય લોકોનું પાપ છે જેથી જગતનો તાત પીસાઈ રહ્યો છે તે પણ હકીકત છે ખેડૂતોને આર્થિક ભીડ મુંજવી રહી છે ત્યારે અહીં એક બાબત એવી પણ છે કે ખેડૂતો માલ વેચવા યાર્ડમાં જાય છે ત્યારે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ગાડી જેમાં બેઠેલા મજૂરી અને ખાસ કરીને ખેડૂતો માટે તંત્ર પાસની વ્યવસ્થાઓ કરે તે અત્યંત જરુરી છે કારણકે માલ વેચવા જતા સમયે પોલીસની હેરાનગતિએ ખેડૂતને મૂંઝવણમાં મૂકી દીધા છે સરકારના અધિકારી અને ખાસ કરીને સિહોર અને તાલુકા ખેડૂતો માટે ખેડૂતોના હિતમાં આયોજન થાય તે જરૂરી છે
Reviewed by ShankhnadNews on 20:10 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.