સોનગઢ સ્ટેશનમાં ઉભું મોટું વૃક્ષ કાપવા માટે ક્યાં અધિકારી કે તંત્રએ આપી મંજૂરી ?
લોકડાઉનનો ભંગ કરીને કામદાર ને વૃક્ષ કાપવા કોને બોલાવ્યા-લોકોમાં ભારે ચર્ચા, મામલો વિવાદાસ્પદ
હરેશ પવાર
એક તરફ ઉનાળો શરૂ થઈ ગયો છે ત્યારે વૃક્ષ શીતળ છાયો આપે જેને માટે વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો દ્વારા સરકાર શ્રી વૃક્ષ વાવવા માટે થઈને લોકોને પ્રેરી રહી છે. ત્યારે આજે સોનગઢ રેલવે સ્ટેશનના મેદાનમાં કવાટર નજીક એક વૃક્ષને કાપતા હોવાનું નજર સામે આવ્યું હતું. જેને લઈને અહીંના લોકોમાં અનેક પ્રશ્નો જન્મ લઈ લીધો હતો કે કયા તંત્રની મંજૂરી થી આવડું મોટું વૃક્ષ કાપવામાં આવી રહ્યું છે કે શું રેલવે ને જ અધિકાર છે ગમે તે વૃક્ષ કાપવા માટેનો ? જ્યારે બીજી તરફ કલેકટર શ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં બિન જરૂરી બહાર નીકળવા ઉપર કે ઇમરજન્સી સેવાઓ સિવાયના તમામ કામો ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તો અહીં વૃક્ષને કાપવા માટે થઈને ક્યાં અધિકારી એ કામદાર ને બોલાવ્યા હતા અને શું અહીં જાહેરનામા નો ભંગ નથી થતો આવા અનેક પ્રશ્ન લોકોમાં ઉભા થઇ રહ્યા છે. તંત્ર કોરોના સામે લડવામાં રાત દિવસ ફરજ બજાવી રહ્યું છે ત્યારે કેન્દ્ર સરકાર ના રેલવે વિભાગની હદમાં કોના ઈશારે આવા મોટા વૃક્ષને કાપવામાં આવી રહ્યું હતું તે સોનગઢ ના લોકો માટે ચર્ચા નો વિષય બની ગયો હતો.

Reviewed by ShankhnadNews
on
20:16
Rating:

No comments: