સિહોરમાં હાહાકાર મચાવી દેનાર ઘટનાની આખરે સમીસાંજે પોલીસમાં ફરિયાદ, ભારે ચકચાર
જળુંમમાં મરેલું કૂતરુ નાખવાને લઈ કર્મચારી ખુદ ફરિયાદી બન્યા, પોલીસ તપાસનો ધમ-ધમાટ, નગરપાલિકા દ્વારા ડ્રોન ઉડાવી પાણીના ટાકાઓ પર નજર રાખશે
દેવરાજ બુધેલીયા
સિહોરમાં રોગચાળો ફેલાવાના હેતુથી ગૌતમેશ્વર રોડ ઉપર આવેલ પાણીના જળુંમમાં મરેલું કુતરાને પ્લાસ્ટિમાં નાખીને ફેંકી દેવાની વાત તંત્રએ ત્રણ દિવસ દબાવી રાખી અને આખરે વિપક્ષ અને શાસક પક્ષના જાગૃત આગેવાનને વાત મળતા વાત મીડિયા સુધી આવતા સિહોર શહેરમાં રોગચાળાનો ફફડાટ ઉભો થઇ ગયો હતો. એક તરફ કોરોના વાયરસની મહામારી ને લઈને સરકાર પ્રજાના આરોગ્ય ને લઈને સતત ચિંતીત છે ત્યારે સિહોરની પ્રજા સાથે જ આરોગ્યના ચેડાં કરનાર શખ્સ સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા હતા. સમગ્ર ઘટનાની જાણથી જાણે પાલિકા શાસકો જાણે સાવ અજાણ હોય તે રીતે સફાળા જાગીને દોડતા થઈ ગયા હતા. ત્યારે સમગ્ર ઘટનાને લઈને આજે પાલિકાના કર્મચારી ઠાકરશીભાઈ ભીમાભાઈ ચાવડા રહે.દવેશરી સિહોરના એ અજાણ્યા શખ્સ વિરુદ્ધ સિહોર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ દાખલ થતાં આ ચકચારી કૃત્ય કરનાર અજાણ્યા શખ્સને ઝડપી લેવા માટે થઈને સિહોર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. જ્યારે નગરપાલિકા દ્વારા પણ ડ્રોન કેમેરા ઉડાવી પાણીના ટાકાઓ પર નજર રાખશે તેવું હાલ જાણવા મળ્યું છે

Reviewed by ShankhnadNews
on
20:13
Rating:

No comments: