કોરોનાને કોરાણે મુકી બેફામ રખડે છે, આવા લોકોને કારણે જ જોખમ ઝળુંબે છે, આ માણસો સુધરતા નથી!...લોકડાઉન ભંગમાં ૫ પકડાયા ૨ વાહનો ડિટેયન
ભલે પોલીસ પકડે, ભલે ગુના દાખલ થાય, અમે નહિ જ સમજીએ!...લોકડાઉનનો ભંગ કરતા વધુ ૫ સિહોર પોલીસની હીરાસતમાં, બે બાઇકો ડિટેયન
હરેશ પવાર
કોરોના વાયરસને કારણે સમગ્ર દેશમાં ૨૧ દિવસના લોકડાઉનનો આજે ૧૭મો દિવસ છે. કોરોના સંક્રમિત થતો અટકે એ માટે લોકો ઘરની અંદર જ રહે તે અત્યંત જરૂરી છે. સિહોર શહેર પોલીસ લોકડાઉનનું કડકપણે પાલન કરાવવા રાત દિવસ એક કરે છે. સતત ચેકીંગ કરવામાં આવે છે. પોલીસનો ઇરાદો લોકોને કોરોનાથી બચાવવાનો છે આ માટે જ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ આમ છતાં ઘણાખરા અણસમજુઓએ જાણે સમ ખાઇ લીધા છે કે ભલે અમને કોરોના થાય, ભલે પોલીસ પકડે ને ભલે ગુના દાખલ થાય...અમે તો બહાર નીકળશું જ...આવું વિચારીને પોતાનો તથા પોતાના સ્વજનો અને પોતે જ્યાં રહે છે એ વિસ્તારના રહેવાસીઓનો જીવ જોખમમાં મુકી કારણ વગર વાહનો લઇ રઝળપાટ કરવા નીકળી પડે છે. પોલીસે રોજબરોજ આવા શખ્સોને પકડી ગુના નોંધી ધરપકડ કરે છે. આજે સવારથી સાંજ સુધીમાં વધુ ૫ ને ઝડપીને કાર્યવાહી કરી છે સાથે બે બાઇકો ડિટેનય કરી છે જાહેરનામાનો અમલ કરાવવા માટે સતત પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યુ છે અને લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરનારા સામે કડક કાર્યવાહી પણ કરી રહી છે પરંતુ કોરોનાને કોરાણે મુકી બેફામ રખડે છે, આવા લોકોને કારણે જ જોખમ ઝળુંબે છે તે હકીકત છે.

Reviewed by ShankhnadNews
on
20:18
Rating:

No comments: