સિહોરના નવા ભીલવાડા વિસ્તારના બાળકો અન્ન માટે ટળવળે છે
અનેક સેવાભાવી સંસ્થાઓ ના ફોટા છાપામાં દેખાય છે..આ જ વિસ્તાર કેમ રહી ગયો ?
દેવરાજ બુધેલીયા
દેશભરમાં લોકડાઉન ના પગલે મધ્યમ વર્ગની કમર તૂટી ગઈ છે તો બીજી તરફ ગરીબ અને મજૂર વર્ગ માટે થઈને અનેક સંસ્થાઓ સેવા માટે આગળ આવી ગઇ છે. સિહોરમાં પણ રાહત કીટ તેમજ જમવા માટેના ટિફિનના મોટા રસોડાઓ શરૂ કરી દેવામાં આવ્યા છે. ત્યારે આજે સિહોરના નવા ભીલવાડા વિસ્તારની એક ઘટના સામે આવી હતી. અહીં વિસ્તારમાં મજૂરી કરીને ગુજરાન ચલાવે તેવા પરિવારો રહે છે. એક તરફ લોકડાઉન ને પગલે તમામ કામ ધંધાઓ બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારે બીજી તરફ સરકાર કોઈ પરિવાર ભૂખ્યો ના રહે તેવા પોકળ વાયદાઓ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. અહીંના પરિવારના બાળકો બે દિવસથી ભુખ્યા છે છતાં તંત્ર કે કોઈ સેવાકીય સંસ્થા ને નજર માં કેમ આ વિસ્તાર નથી આવ્યો તે એક મોટો પ્રશ્ન છે. એટલે જો શહેરની મધ્યમાં આવેલો વિસ્તાર પણ જો એક ટાઇમના જમવા માટે ટળવળે છે તો છેવાડા ના ગામોની કે વિસ્તારમાં રહેતા ગરીબ ની શુ દશા હશે તે તો વિચારવું જ રહ્યું. અહીંના રહીશો દ્વારા મીડિયા સમક્ષ તંત્રનો રોષ ઠાલવ્યો હતો. તંત્ર મોટી મોટી વાતો કરે છે પણ અમારા નાના માણસ ની દશા જોવા કોઈ ડોકાતું પણ નથી. ત્યારે આવા ગરીબ ભૂખથી ટળવળતા પરિવારની વારે કોઈક આવે તો સારું

No comments: