test
પરિવારમાં પુત્રનો જન્મ થયો છતાં પોલીસ પિતા મોઢું જોઈ શકતો નથી

કોરોના બંદોબસ્તમાં વ્યસ્ત સિહોરના સોનગઢ પોલીસ જવાન ઘરે પારણું બંધાયું, આતે કેવો સંજોગ નવજાત બાળક હોસ્પિટલના બિછાને જ્યારે પિતા દેશ સેવામાં



હરેશ પવાર
કોરોનાના આંતક વચ્ચે કેટલાક પોલીસ જવાનોની એવી વાતો પણ સામે આવે છે જે સાંભળી છાતી ફુલે જ ફુલે..સિહોર તાલુકાના સોનગઢ ગામે એક પોલીસ જવાનના ઘરે પુત્રનો જન્મ થયો છે  અને પિતા પોતાની ફરજ પર હાજર છે એ વાત કોરોનાના ભયંકર સંકટ સમયે તેમની ફરજનિષ્ઠાને બયાન કરવા કાફી છે..સિહોરના સોનગઢ ખાતે પોલીસમાં ફરજ બજાવતા વિજયસિંહ ગોહિલ મૂળ પાલીતાણાના છે અને સિહોરના સોનગઢ ગામે પોલીસમાં ફરજ બજાવે છે  જેના પરિવારમાં દીકરાનો જન્મ થયો છે એક તરફ દીકરાના જન્મની બેહદ ખુશીઓ પરિવારમાં દેખાઈ છે અને બીજી તરફ કોરોનાની સંકટ ઘડીમાં પિતા દેશ સેવામાં ફરજ પર હાજર છે.

 દીકરાના જન્મ બાદ તબિયત નાજુક હોવાથી એક તરફ દીકરો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને આ સંકટ ઘડીમાં પણ પિતા પોતાની ફરજમાં છે પરંતુ કુદરતે રચેલા સંજોગો સામે નોકરી લેતા પહેલા દેશની સુરક્ષા સલામતીના શપથ લેનાર આ પોલીસ જવાન કોરોના સામેની લડાઈમાં પરિવાર કરતા ફરજને વધુ મહત્વ આપતા પોતાના નવજાત બાળકનું મુખ નથી જોઈ શક્યો કે..નથી બાળકનો જુલો જુલાવી શક્યો..જોકે આ જવાન પરિવારની ચિંતા કર્યા વગર પોતાની ફરજ પરની સેવાને મહત્વ આપી રહ્યા છે ત્યારે સોનગઢના જવાને સિદ્ધ કરી બતાવ્યું છે કે ફરજ એજ પરમોધર્મ
Reviewed by ShankhnadNews on 20:56 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.