કોરોનામાં ખાખીની માનવતા મહેકી, સિહોર પોલીસ મથકની બહાર બુટ પોલીશ કરતા વૃદ્ધની સ્થિતિ જાણી તો અધિકારી ખુદ વ્યથિત થયા
સલીમ બરફવાળા
કોરોના વાયરસના ચેપને ફેલાવાથી રોકવા માટે સમગ્ર દેશમાં ૧૪ એપ્રિલ સુધી લોકડાઉન આપવામાં આવ્યું છે. આ નિર્ણયના કારણે લોકો પોતાના ઘરમાં કેદ છે. જેથી કોરોનાનું સંક્રમણ રોકી શકાય.ત્યારે ગરીબ વર્ગના લોકો પર પર આભ તૂટી પડ્યું છે અને તે ખાવા માટે વલખા મારી રહ્યા છે ત્યારે પોલીસ એક હાથે કડક રીતે લોકડાઉનનો અમલ કરાવી રહી છે અને બીજી હાથે જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ બની રહી છે . ખાખીની કડક છાપ ધરાવતી પોલીસની દરિયાદિલી કોરોનામાં પ્રશંસા પાત્ર બની રહી છે વાત જાણે એમ છે કે સિહોર પોલીસ મથકની બહાર એક મોચી વૃદ્ધ બુટ પાલેશ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે વર્ષોથી એ પોલીસ મથકની દીવાલ અડીને આવેલ એક નાનકડી ઝૂંપડીમાં બુટ પાલેશનું કામ કરીને પોતાનું પેટનો ખાડો ભરી રહ્યા છે ત્યારે સમગ્ર દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે આ લૉકડાઉન વચ્ચે શ્રમિકો ગરીબો પરેશાન છે. તેમને બે ટંક ખાવા માટેના ફાંફાં પડી રહ્યા છે. શહેરો નહીં પરંતુ ગામડાઓમાં પણ મજૂરી કરીને ગુજરાત ચલાવતા પરિવારો મુશ્કેલીમાં મૂકાયા છે ત્યારે ખુદ સિહોર પોલીસના અધિકારી કે.ડી ગોહિલે બુટ પાલેશ કરી પેટનો ખાડો પૂરતા વૃદ્ધની સમગ્ર વિગતો મેળવી કઈ રીતે ઘર ચાલે તેની વિગતો મેળવીને જાણવા મળ્યું કે મોચી પરિવાર સાથે જ રહે છે અને આવકનો સ્ત્રોત બધો જ બંધ થઈ ગયેલ છે. આ વાત અધિકારી ગોહિલે જાણી તરત જ મોચીદાદા વૃદ્ધ નું ઘર શોધીને રાશન અને કરીયાનાની કીટ સાથે તેમના ઘરે પહોંચી ગયા હતા. અધિકારી બને પોલીસને ઘરે આવીને જોઈને મોચી વૃદ્ધ ગદગદિત થઈ ગયા હતા. કડક ખાખીની પાછળ આવી કૂણી માનવતા જોઈને પરિવાર આભાર માનવા લાગ્યો હતો. સિહોર પોલિસ મથકનો વિસ્તાર ખૂબ જ મોટો છે દરેક જગ્યાએ કડક બંદોબસ્ત સતત પેટ્રોલિંગ અને આટલી મોટી જવાબદારી છે છતાં નાના લોકોનો વિચાર મગજમાં રાખીને તેમની તથા તેમના પરિવાર ની ચિંતા કરતા આવા પોલીસ અધિકારીઓ ની કામગીરી ને બિરદાવી અને વખાણવા જેવી છે.

Reviewed by ShankhnadNews
on
20:48
Rating:

No comments: