કોરોના વાયરસને લઈને સિહોર રેશનશોપ ડીલર દ્વારા અદભુત કામગીરી
લોકો સંપર્કમાં ન આવે તે માટે થઈને પ્લાસ્ટિક કિટમાં જ રાશન તૈયાર રખાય છે
દેવરાજ બુધેલીયા
કોવિડ-૧૯ ને લઈને રાજ્યમાં આજે આંકડો એક હજારની હદ વટાવી ગયો છે. દિવસે દિવસે વધી રહેલા પોઝિટિવ કેસો પ્રશાસનની ચિંતામાં વધારો કરી રહ્યા છે. ત્યારે દેશમાં કાર્ડ ધારકોને મફત રાશન આપવાનું સરકાર દ્વારા જાહેરાત કરીને તાત્કાલિક વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. સિહોરમાં પણ રાશન કાર્ડ ધારકોને વિતરણ કોડ મુજબ દેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. ત્યારે બીજી તરફ સિહોરમાં જુલુના ચોકમાં પોઝિટિવ કેસ આવતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે. સંક્રમણ અટકાવા માટે રાશનની દુકાનો ઉપર ખાસ તકેદારી રાખવી જરૂરી બને છે. ત્યારે જૂની શાકમાર્કેટમાં રેશનશોપ ધરાવતા ડીલર નીતિનભાઈ પરમાર દ્વારા તેમને ત્યાં આવતા ગ્રાહકોનું સંક્રમણ ન થાય અને લોકોની સેફટી રહે તે માટે થઈને કાર્ડધારકો ને આપવામાં આવતા રાશનની એક કીટ પ્લાસ્ટીક બેગમાં તૈયાર જ રાખવામાં આવી રહી છે. જે ગ્રાહક આવે તેને એક વ્યવસ્થા સાથે સીધી કીટ દઈ દેવામાં આવે છે જેને લઈને લોકો એકબીજાના સંક્રમણ થી દુર રહી શકે અને કોરોનાની ચેઇન તોડી શકાય. રેશનશોપ ડીલર દ્વારા એક અદભુત પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

Reviewed by ShankhnadNews
on
20:20
Rating:

No comments: