test
બદ ઈરાદાથી પીવાના પાણીના ટાકામાં પડેલા શખ્સો સામે સિહોર પોલીસમાં ફરિયાદ દાખલ 

પોલીસે શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા-હાથવેંતમાં છે શખ્સો-સૂત્ર 

હરેશ પવાર
સિહોર શહેરને પીવાનું પાણી પૂરું પાડતા ગૌતમેશ્વર પાસે આવેલા પાણીના ટાકામાં ગઈકાલે ત્રણથી ચાર અસામાજિક તત્વો બદ ઈરાદાથી ટાકામાં ન્હાવા માટે પડેલા હતા. જેની જાણ પાલિકાને થતા આ શખ્સોને રંગે હાથે ઝડપી લઈને કર્મચારી દ્વારા વીડિયો ઉતારી લેવામાં આવ્યો હતો. મહામારીના સમયમાં લોકોના આરોગ્ય સામે મોટું જોખમ ઉભું કરાઈ રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે. આ બનાવની જાણ થતાં નગરપાલિકા તંત્ર તાબડતોબ પાણીના ટાકા ઉપર પહોંચી ગયું હતું. સમગ્ર ઘટનાને લઈને સિહોર નગરપાલિકામાં કોન્ટ્રાકટ બેઇઝ પર સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા રાજુભાઇ ભલાભાઈ રાઠોડ દ્વારા સિહોર પોલીસ મથકમાં આજે લીલાપીર વિસ્તારમાં રહેતા અલફાઝ અબ્બાસભાઈ સૈયદ, સદામ ચુડેસરા, યાસીન સતારભાઈ સરવૈયા અને બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ફરિયાદને લઈને સિહોર પોલીસ દ્વારા આ શખ્સો ને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરી દીધા. પોલીસની ટિમો દ્વારા અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ પોલીસના હાથવેંતમાં જ શખ્સો હોવાનું જાણવા મળી રહ્યું હતું. કોરોના મહામારીમાં જે ચેપી રોગ હોય અને પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરનાર શખ્સો સામે સખત પગલાં ભરવા લોક માંગ ઉઠવા પામી છે.
Reviewed by ShankhnadNews on 20:11 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.