સિહોર નગરપાલિકા દ્વારા સેનિટાઇઝ કરવાની કામગીરી છેલ્લા ૮ દિવસથી બંધ, નગરસેવકો દ્વારા ચોંકાવનારા આક્ષેપો
માત્ર એક બે વોર્ડમાં સેનીટાઇઝ કરવામાં આવ્યું, શહેરમાં આરોગ્યનો મોટો ખતરો ઉભો થયો છે - દીપશંગભાઈ રાઠોડ
જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી.જો લોકોના હિતની બાબતમાં પણ તંત્ર બચતનું વિચાર કરે છે..મુકેશ જાની
હરેશ પવાર - બ્રિજેશ ગૌસ્વામી
સિહોર નગરપાલિકા એક વિવાદનો મધપુડો છે અહીં કેવા પ્રકારનો વહીવટ ચાલે છે તે નગરસેવકો દ્વારા કહેવાતી પ્રજા લક્ષી વાતો પરથી ખ્યાલ આવે છે..વિચારો આ મહામારીમાં પણ સેનિટાઇઝની કામગીરી બંધ છે તેવું નગરસેવકોનું કહેવું છે અને બાબત પણ ખૂબ ગંભીર છે ત્યારે આ મામલે કોંગ્રેસ અને ભાજપના સભ્યો ફરી મેદાનમાં આવ્યા છે અને ચોંકાવનારી વાત સામે આવી છે આ મામલે દીપશંગભાઈનું કહેવું છે કે સેનેટાઇઝ છે તેનો છટકાવ કરવાથી વાઇરસને કાબુમાં લઈ શકાય છે તેવી શક્યતાઓ રહેલી છે ત્યારે સરકારની ગાઈડ લાઈન મુજબ કામ કરવું જોઈએ કારણકે સરકારે ૧૫ લાખ રૂપિયા ફાળવવાની વાત કરી છે ત્યારે પાલિકા દ્વારા નજીવા એક બે વોર્ડમાં છાટીને છેલ્લા આઠ દીવસ થી બંધ કરવામાં આવ્યું છે જે ખરેખર સારી વસ્તુ ન ગણાય..શહેરના જે મોટા વોર્ડ છે ચાર પાંચ નવ ત્રણ બધા જ વોર્ડમાં તાત્કાલિક અસરથી છટકાવ કરે.. અને જો આમ કરવામાં નહિ આવે તો શહેરમાં આરોગ્યનો મોટો ખતરો ઉભો થવાની શકયતાઓ છે.. અને આ કપરો કાળ ચાલે છે ..સેનીટાઇઝેશન કરવું જરૂરી છે જેથી તાકીદે આ ચીફઓફિસર ધ્યાને લે તેવી માંગ કરી હતી જ્યારે મુકેશ જાનીએ કહ્યું હતું કે નગરપાલિકાનું કામ માત્ર પ્રજાની જ્યારે વચ્ચે જઈ શો બાજી કરતું હોય તેવું લાગે છે જ્યારે અગાઉ ડીડીટી નો છટકાવ કર્યો ત્યારે ભાજપના જ એક નેતા દ્વારા કહેવાયું હતું કે આ ડીડીટી નથી ચુનો પાવડર છે તેવા આક્ષેપો થયા હતામ... સેનિટાઇઝ બાબતે સરકારની ગાઈડ લાઈન મુજબ ચીજવસ્તુઓ મંગાવી જોઈએ..અને છટકાવ થવો જોઇએ..અગાઉ અમારી માંગો ધ્યાને લઇ બે ત્રણ પમ્પો મંગાવવામાં આવ્યા..અને કલેકટરશ્રી દ્વારા મફતમાં નિરમામાથી સેનિટાઇઝ અપાવવા આવ્યું હતું..એ લઈ માત્ર થોડું નાટક કરવાના આશયથી એક બે વોર્ડના અમુક વિસ્તારમાં કામગીરી શરૂ કરી..અને હાલ છેલ્લા ૮ દિવસથી સેનિટાઇઝ કરવાની કામગીરી હાલ બંધ છે..આજે સ્થિતિ એવી છે કે જલુનો ચોક છે એ સેનિટાઇઝ કર્યો છે ત્યાં એક પોઝિટિવ કેસ છે જેની ગંભીરતા નગરપાલિકા તંત્રએ સમજવી જોઈએ તેના બદલે પ્રમુખશ્રીને અને અધિકારીને આની ચિંતા નથી ત્રણ દિવસ પહેલા અધિકારી સાથે રૂબરૂ મુલાકાત કરી ત્યારે અધિકારીએ એવું કહ્યું થોડુ મટીરીયલ આપડી પાસે પડ્યું છે જે કપરા સમયે વાપરવા માટે રાખ્યું છે.. ત્યારે મુકેશ જાનીએ કહ્યું કે લોકોની જિંદગી તમારા માટે વધારાની છે કે તમારી નગરપાલિકાની આવક વધારે છે.. અધિકારીનો જવાબ ખરેખર શરમજનક છે સરકાર તમને ગ્રાન્ટ આપે છે છતાં ગ્રાન્ટ બચાવી તમારે શુ કરવુ છે..ખોટા બિલો મુકવા છે.. મુકેશ જાનીએ અંતમાં કહ્યું કે જો લોકોના હિતની બાબતમાં પણ બચતનું વિચાર કરતા હોઈ તો પ્રજા બીજી તમારા પાસે કોઈ અપેક્ષા રાખી શકે નહીં જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી હોઈ

No comments: