સિહોરમાં શાકભાજીનું વેચાણ કરતા ફેરીયાઓ અને વેપારીઓનું થર્મલ સ્ક્રેનીંગ
કોરાનાનો ચેપ લાગવાની દહેશત વચ્ચે નગરપાલિકા દ્વારા ફેરીયા અને વેપારીઓનું મેડિકલ ચેકઅપ અને સ્ક્રેનીંગ કરાયું
હરેશ પવાર
કોરોના વાયરસને પગલે સિહોર શહેરમાં લોકડાઉનનો કડક અમલ થઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને સિહોરવાસીઓને જીવન જરૂરીયાતની એક સ્થળે મળી રહે તે માટે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે અને શાકભાજી તથા ફળફળાદીનું વેચાણ કરતા ફેરીયાઓને પરવાનો અપાયા બાદ તેમની તંદુરસ્તી જળવાઈ રહે તે માટે આજે તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા ફેરીયાઓનું થર્મલ સ્ક્રેનીંગ કરવામાં આવ્યું હતું સિહોર ક્રિકેટ ગ્રાઉન્ડ વિસ્તારમાં એક મહિના અગાઉ લોકડાઉનનો અમલ શરૂ કરાયા બાદ શહેરીજનોને રોજબરોજ જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ, દૂધ,શાકભાજી અને ફળફળાદી મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા શહેરના તમામ વિસ્તારોને આવરી લઈને એક જગ્યાઓ પર ફેરીયાઓને કામચલાઉ પરવાના આપીને ધંધો કરવાની છુટ આપી છે.
દિવસ દરમિયાન તેઓ અનેક ગ્રાહકોના સંપર્કમાં આવતા હોવાને કારણે કોરોનાનો ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. જેને લઈને કેન્દ્ર સરકારની ગાઈડલાઇન મુજબ છુટક ફેરીયાઓ સાથે વેપારીઓનું પણ આરોગ્ય વિભાગ દ્વારા શાકભાજી વેચવાના સ્થળે જઈને તેમનું થર્મલ સ્ક્રેનીંગ કરવામાં આવ્યું હતું

No comments: