test
સિહોરમાં મસાલા અનાજ ભરવાની સિઝનને લોકડાઉનનું ગ્રહણ

કઠોળ સહિતની આખા વરસની ખાદ્ય સામગ્રી એક મહિનામાં એકત્ર કરાય છે,  લોકડાઉન પૂર્ણ થયા બાદ મસાલા બજારમાં ગ્રાહકો વધે તેવી સેવાતી આશા : ઉપરથી પુરતો જથ્થો આવતો નથી

હરેશ પવાર
દર વર્ષે માર્ચ માસથી મે માસ દરમિયાન ગૃહિણિઓ આખું વર્ષના મસાલા અને અનાજ, કઠોળ સહિતની ખરીદી કરી વર્ષભરની ખાદ્ય સામગ્રી ઘરમાં ભરી જીવન નિર્વાહ ચલાવે છે. આ વર્ષે માર્ચ માસમાં મસાલા, અનાજ ભરવાની સીઝન શરૂ થઈ ત્યાં જ કોરોના વાયરસના આક્રમણના કારણે સમગ્ર દેશમાં લોકડાઉનના પગલે માર્કેટ યાર્ડ બંધ થતા લોકડાઉન વચ્ચે જ બારમાસના મસાલા ભરવાની સીઝન લગભગ પુરી થવા આવી છે. સાથો-સાથ ગૃહિણીઓમાં પણ મસાલા ભરવા માટેનો ઉત્સાહ નથી. પરિણામે મસાલા માર્કેટમાં ધીમી ખરીદી રહી છે માર્ચથી મે દરમિયાન ગૃહિણિઓ વર્ષ ભરનું મરચું, હળદર, ધાણા સહિતના મસાલા અને ગરમ મસાલા ખરીદે છે. હાલમાં કોરોનાના કારણે લોકડાઉનના પગલે મુક્તિના સમય દરમિયાન સરકારની ગાઈડ લાઈન મુજબ ગ્રાહકોનું સોશ્યલ ડિસ્ટન્સ સાથે વેપાર કરાય છે. કોરોના વાયરસના કારણે તમામ ચીજવસ્તુઓ પેકિંગમાં જ ઉપલબૃધ છે. જોકે ગતવરસની સરખામણીમાં હાલ મસાલા-અનાજ ભરવાની સીઝનમાં આ મહામારીના કારણે ખરીદી થોડી ધીમી રહી છે. લોકડાઉન પુરું થતા ખરીદી વાધવાની સંભાવના વેપારી વ્યક્ત કરી રહ્યા છે. ઉપરાંત માર્કેટયાર્ડમાં પણ ઓછા પ્રમાણમાં જથૃથો આવતો હોવાના ફરિયાદ અમુક વેપારીઓ કરી રહ્યા છે. ત્યારે જો ૩ મેના લોકડાઉન પુર્ણ થયા બાદ ગૃહિણિઓ દ્વારા ખરીદી કરાય એવી શક્યતા છે. 
Reviewed by ShankhnadNews on 20:19 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.