test
સિહોર ક્રિકેટ ગ્રાઉન્ડમાં શાકભાજી વેંચતા લોકોને પાલિકા કર્મીઓએ વેચાણ માટેની ના કહેતા શિવસેના અગ્રણીના ઘરે ટોળું ઘસી ગયું, ભારે દેકારો

દેવરાજ બુધેલીયા
સિહોરમાં શાકભાજી વેચીને પેટિયું રણતા લોકો પર આફત અને મુસીબત હટવાનું નામ લેતી નથી લોકડાઉનમાં ત્રણ થી ચાર કલાક ધંધો કરવામાં અનેક મગજમારીઓનો સામનો શાકભાજી વેચીને પેટિયું રળતા ફરિયા કરી રહ્યા છે તંત્રની એટ-એટલી આંટી ઘૂંટીમાં આજે છેલ્લા ૨૫ દિવસથી આ  સામાન્ય અને મજુર પરિવાર મુસીબતનો સામનો કરી રહ્યો છે આ તમામ લોકો ભય અને અસુવિધાઓ વચ્ચે અટવાઈ ચુક્યા છે વિશ્વભરમાં ફડફડાટ ફેલવતો કોરોના વાયરસ માનવજાત સામે પડકાર ફેંકી રહ્યો છે. હજારો મોત ભયાનક વાતો અને ફફડાટ ફેલાવતા સમાચારોથી સૌ કોઈ સુન્ન છે કોઈ પાસે હાથ નહિ લંબાવી શકનાર સામાન્ય પરિવારને પોતાનું પેટ ભરવાની એટલી ઉપાદીઓએ છે કે વાત ન પૂછો..લોકડાઉનમાં બે ચાર કલાક સિહોર ક્રિકેટ ગ્રાઉન્ડમાં શાકભાજી વેચીને પોતાનું પેટ ભરતા ફેરિયાઓને આજે નગરપાલિકા તંત્રના કર્મચારીઓ દ્વારા ચીજવસ્તુઓ વેચાણ માટે બેસવાની ના કહેતા ભારે દેકારો મચી જવા પામ્યો છે પાસ નહિ આપવામાં આવે તેવું કહેતા ફરિયાઓમાં રોષ વ્યાપ્યો હતો જેના કારણે એક ટોળું સિહોરના જિલ્લા શિવસેના પ્રમુખ રામભાઈ રાઠોડના ઘરે દોડી ગયું હતું અને પોતાની હૈયાવરાળ ઠાલવી અને રજુઆત કરી હતી ત્યાર બાદ જિલ્લા શિવસેના અધ્યક્ષ રામભાઈ રાઠોડ દ્વારા સિહોર નગરપાલિકા ચીફઓફિસરને આ બાબતની જાણ કરી આ મામલે વહેલી તકે ઘટતું કરવા માંગ કરતા અધિકારી દ્વારા યોગ્ય કરવાની ખાતરી અપાતા મામલો થાળે પડ્યો હતો
Reviewed by ShankhnadNews on 20:15 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.