test
સિહોર શહેરને હવે ભગવાન જ બચાવી શકે બાકી પાલિકા તંત્ર કે સત્તાધીશો પાસે આશાઓ રાખવી ખોટી છે: મુકેશ જાની

છેલ્લા થોડા દિવસોમાં ઉપરા-છાપરી ત્રણ ત્રણ ઘટનાઓ તંત્ર માટે કલંકિત, ગઈકાલે પાણીના ટાકાઓમાં માછલાઓ મરવાના મામલે મુકેશ જાનીના ફરી આકરા પ્રહાર

હરેશ પવાર
સિહોર નગરપાલિકાને વિવાદ કેડો મુકતું નથી રોજબરોજ વિવાદોમાં રહેતી પાલિકા તંત્ર માટે એક પછી એક ઘટનાઓ શરમજનક બની રહી છે અગાઉ પાણીના ટાકાઓ કોઈ પશુ નાખી જવું.. કેટલાક યુવાનો સપ્લાય પીવાના પાણીમાં ન્હાવા પડવું..વિડિઓ વાઇરલ થવો..હોહા થવી..પોલીસમાં ફરિયાદ થવી..આ તમામ બાબતોનો ઉલ્લેખ સમયના અભાવે કરવો નથી..તમામ બાબતો વચ્ચે ગઈકાલે ફરી પાણીના ટાંકામાં માછલાઓ મરવાની ઘટના સામે આવતાની સાથે આજે ફરી વિપક્ષ મેદાને પડ્યું છે ગઈકાલની ઘટના બાદ આજે મુકેશ જાણીએ જણાવ્યું હતું કે છેલ્લા આઠ દસ દિવસથી સમગ્ર શહેરમાં બે ત્રણ ઘટનાઓથી ચર્ચાઓનો વિષય બન્યો છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થયા છે અથવા લોકોના આરોગ્ય સાથે ચેડાં થતા હોય છતાં પણ પાલિકા તંત્ર ગંભીરતા ન લેતી હોય..શહેરનો એક સામાન્ય માણસ બે ત્રણ ઘટનાને ગંભીરતા સમજી શકે છે..તો નગરપાલિકા તંત્રના અધિકારી કે શાશક સભ્યો કેમ સમજતા નથી..આઠ દસ દિવસ પહેલા કોઈ એક કૂતરું પાણીના ટાકામાં નાખી ગયું...એની ગંભીરતા પણ લેવામાં ન આવી..ત્યાર બાદ પાણીનો ટાકો તળાવમાંથી સંપમાં આવ્યા પછી શુદ્ધિકરણ થયા પછી લોકોને પીવા મળે એ ડાયરેકટ પીવાના પાણી માટે લોકો ન્હાવા પડતા હોય.. તેમ છતાં નગરપાલિકા તકેદારી ન રાખતી હોઈ ત્યારે સિંહોર નગરપાલિકાની અણઆવડતને લઈ ગઇકાલે પણ એક ઘટના પ્રકાશમાં આવી જેમાં ફરી પીવાના પાણીમાં માછલાઓ મરેલા પડ્યા અને જે મરેલ માછલાઓને ઉલેચવાનું કામ થયું.. મીડિયાની નજર એમના પર પડી અને એમને હકીકતનો પર્દાફાશ થયો.. ઘટનાને લોકોની વચ્ચે ઉજાગર કરી ત્યારે સિહોર નગરપાલિકા તંત્ર દ્વારા ગંભીરતા લેવાના બદલે રુટિંગ પ્રક્રિયા હોવાનું કહીને અહીં જનતા સાથે દ્રોહ થયો છે.. ત્યારે હવે ખરેખર એવું થાય છે કે હસ્તીના બચાવવા માટે જેમ દિર્યોધનને ધુતરાષ્ટ્ર જેમ છાવરતા હતા  એમ સિહોર નગરપાલિકા કર્મીઓને છાવરવામાં આવે છે..બાકી શહેરને ઈશ્વર બચાવે વહીવટ કરતા લોકો કે તંત્ર પાસે કોઈ અપેક્ષાઓ રાખવા જેવું લાગતું નથી..
Reviewed by ShankhnadNews on 20:27 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.