સિંહોરના સંત શ્રી જીણારામજી મહારાજ જરૂરી સામગ્રી માટે આગળ આવ્યા, કેટલીક સંસ્થાઓને કરી મદદ
લોકડાઉનમાં સંતોએ આશ્રમના ભંડાર ખોલ્યા, શહેરની અનેક સંસ્થાઓને મદદ માટે સંત આગળ આવી આવ્યા
મિલન કુવાડિયા
લોકડાઉનના એક ભાગ પૂર્ણ થયા બાદ આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા બીજા ૧૮ દિવસનો લોકડાઉન ભાગ ૨ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે નાના ગરીબ માણસો તેમજ મધ્યમ વર્ગ માટે ખાવાના ફાફા પડી જાય તેવી સ્થિતિ ઉભી થઇ ગઇ છે. ત્યારે સેવાભાવી કરતી સંસ્થાઓ માટે પણ બીજા ૧૮ દિવસ લોકોને જમાડવા એ પણ એક વિકટ પ્રશ્ન ઉભો થઇ પડ્યો છે. ત્યારે સિહોરમાં અનેક સેવાકીય સંસ્થાઓ અન્ન ક્ષેત્ર શરૂ કરી દેવામાં આવ્યા છે. છેલ્લા પંદર વિસ દિવસથી આ સંસ્થા સતત પોતાની સેવા આપીને જરૂરિયાતમંદ લોકો સુધી અન્ન પહોંચાડી રહી છે. ત્યારે સિહોર મોંઘીબા ની જગ્યાના મહંત શ્રી જીણારામજી મહારાજ દ્વારા આજે સિહોરની સેવાકીય સંસ્થાઓ સિહોર સેવા સમિતિ, જંજારીયા હનુમાન યુવાન મંડળ, બાપ સીતારામ ગ્રૂપ, નારાયણ સેવા સમિતિ જેવી વિવિધ સંસ્થાઓ ને જરૂરી કાચું સીધું ભરપુર પ્રમાણમાં આપવામાં આવ્યું હતું. જ્યારે મોંઘીબા ની જગ્યામાં પણ અન્ન ક્ષેત્ર શરૂ કરી દેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર એટલે સંતો મહંતો ની ભૂમિ છે. ઇતિહાસ માં સૌરાષ્ટ્ર ના સંતોએ જ્યારે જ્યારે દેશ ઉપર આફત આવી છે ત્યારે પોતાના આશ્રમોના ભંડાર ખોલીને સરકાર ને મદદ એ ઉભા રહ્યા છે. સિહોરમાં પણ ગૌતમેશ્વર મહાદેવ, મોંઘીબા જગ્યા, સહિતના આશ્રમો ના સંતો મહંતો દેશ ઉપર આવેલી મુસીબતો સામે લડવા આગળ આવી ગયા છે.

Reviewed by ShankhnadNews
on
19:46
Rating:

No comments: