ઓન ધ સ્પોટ..બ્રેકીંગ ન્યુઝ..રાત્રે..૮ વાગે
સિહોર નજીકના પાંચ તલાવડા પાવર પ્લાન્ટને નવી સૂચના ન મળે ત્યાં બંધ કરવા તંત્રના આદેશ
નિલેશ આહીર
લોકડાઉનને લઈને દેશની મોટા મોટા ઉધોગોના પૈડાં થંભી ગયા છે. ત્યારે સિહોર નજીકના સણોસરા ગામ પાસે આવેલ પાંચ તલાવડામાં ચાલતા બાયોગેસ પાવર પ્લાન્ટ લોકડાઉનના નિયમોને ભંગ કરીને મનફાવે તેમ ચલાવી રહ્યું હતું. જેને લઈને સરપંચ દ્વારા અનેક વાર તંત્રએ રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હતા. ત્યારે સરપંચ દ્વારા મીડિયાનો સંપર્ક કરીને સંપૂર્ણ વિગતો આપવામાં આવી હતી. જેમાં અહીં રોજ ગાડીઓ મોઢે કચરો બહારથી લાવવામાં આવી રહ્યો છે. જેને લઈને આસપાસના ગામમાં કોરોના વાયરસની ભીતિ રહેલી છે. જેને લઈને સરપંચો દ્વારા મીડિયા સમક્ષ બળાપો કાઢીને કહ્યું હતું કે બે દિવસમાં જો પ્લાન્ટ બંધ કરવામાં નહિ આવે તો તમામ સભ્યો રાજીનામાં ધરી દેશે. જેને લઈને ગઈકાલે શંખનાદ દ્વારા અહેવાલ રજૂ કરતા આજે પ્રદુષણ બોર્ડ, મામલતદાર નિનામાં અને પોલીસ કાફલો પહોંચી ગયો હતો.
જેમાં સિહોર મામલતદાર દ્વારા કચરાની ગાડીઓ બંધ કરવા આદેશ કરી દેવામાં આવ્યો છે અમારા સહયોગી નિલેશ આહીરનું કહેવું છે કે આજે સમી સાંજે ભાવનગર પોલ્યુશન કન્ટ્રોલ ટિમ સિહોર મામલતદાર નિનામાં સ્ટાફ અને સોનગઢ પોલીસ ટિમો સ્થળ તપાસ માટે દોડી આવી હતી અને હાલ નિલેશનું એવું પણ કહેવું છે કે હાલ પ્રાથમિક વિગત એવી મળી છે કે હાલ તંત્ર દ્વારા પ્લાન્ટને બંધ કરવાના આદેશ કર્યા છે બીજી સૂચનાઓ ન મળે ત્યાં સુધી બહારથી આવતો કચરો પણ નહીં લાવવા તંત્ર દ્વારા કહેવાયું છે સમગ્ર મામલે પાવર પ્લાન્ટને તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે તેવું નિલેશનું સ્થળ પરથી કહેવું છે ત્યારે સિહોર નાયબ કલકેટર રાજેશ ચૌહાણની પ્રજા લક્ષી કામગીરી સામે આવી છે

Reviewed by ShankhnadNews
on
20:13
Rating:

No comments: