કોરોનાના સમયમાં વહેતી કરૂણા રાશનકીટનું અને ચીજવસ્તુઓનું ઠેર-ઠેર થતુ વિતરણ
સિહોર સાથે તાલુકાભરમાં ધમ-ધમતા સેવાયજ્ઞા, સ્વૈચ્છીક સંસ્થાઓની સાથે સરકારી કર્મચારીએ સ્વયંસેવક બની દરિદ્રનારાયણોને આવશ્યક ચીજવસ્તુઓ પુરી પાડી રહ્યાં છે, પોલીસ તંત્ર પણ મદદરૂપ થવામાં અગ્રેસર
બ્રિજેશ ગૌસ્વામી - દેવરાજ બુધેલીયા
સિહોર સહિત તાલુકામાં કોરોનાને કારણે લોકડાઉનની સ્થિતિમાં સંખ્યાબંધ શ્રમિકોની આર્થિક સ્થિતિ ચિંતાજનક બની રહી છે. નાના મોટા ધંધા રોજગાર બંધ થતા હજારો પરિવારોની આર્થિક સ્થિતિ કફોડી બની રહી છે આ સ્થિતિમાં ગરીબ પરિવારો ભુખ્યા ન રહે તે માટે જુદી જુદી સ્વૈચ્છીક સંસ્થાઓ અને ધાર્મિક સામાજિક સંસ્થાઓ દ્વારા રાશનકીટ સહિતની ચીજવસ્તુઓનું વિતરણ થઈ રહ્યું છે. સિહોર સાથે તાલુકાભરમાં વહેતી આ સેવાની ગંગામાં સરકારી કર્મચારીઓ અને પોલીસ તંત્રના જવાનો પણ ઉત્સાહભેર જોડાયા છે. અનેક જરૂરિયાતમંદ પરિવારોના જઠરાગ્નિને તૃપ્ત કરતી આ પ્રવૃતિને કારણે લોકડાઉનની સ્થિતિમાં ઘરની બહાર નીકળ્યા વિના દરિદ્રનારાયણોનો જઠરાગ્નિ તૃપ્ત થઈ જાય છે.
કોરોનાના કારમા અંધકાર વચ્ચે સેવાનો સૂરજ તપી રહ્યો છે. લોકડાઉનના નિયમોનું પાલન કરી સેવાભાવીઓ ગરીબો, શ્રમિકોને ભોજન, રેશન પહોચાડી રહ્યા છે. ત્યારે સિહોરના રંઘોળા ગામે બી.ડી.ડાંગર મેમોરિયલ ટ્રસ્ટ તથા બી ડી ડાંગર પરિવાર દ્વારા આજુબાજુના વાડી વિસ્તારમાં રહેતા મજૂરો તથા પછાત વિસ્તારમાં જઈને ત્યાંના રહેતા ૨૦૦ જેટલા કુટુંબોને મીઠાઈ ફરસાણ તથા છાશ નું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે સિહોર બાપા સીતારામ ગ્રુપ દ્વારા ભોજન અને સિહોર પોલીસ તંત્ર અને રાષ્ટ્રીય અધિકાર મંચ દ્વારા સફાઇ કામદાર બહેનોને ઘઉં વિતરણ કરાયા છે

Reviewed by ShankhnadNews
on
20:15
Rating:

No comments: