સિહોરના ખાખરીયા ગામે જંતુનાશક દવાનો છાંટકાવ કરાયો
ગામને કોરોના મુક્ત રાખવા સરપંચએ કામગીરી હાથ ધરી
હરેશ પવાર
રાજ્યભરમાં કોરોના ભરડો લઈ રહ્યો છે. મોટા શહેરોમાં કોરોના સામે લડવા માટે આરોગ્યની સગવડો ઉભી કરવામાં આવી રહી છે. રાજ્યના અમુક જિલ્લામાં કોરોના હજી પ્રવેશ કર્યો નથી તે ખૂબ સારા સમાચાર છે પરંતુ ભાવનગરમાં કોરોના પોઝિટિવ કેસો દિવસે દિવસે વધી રહ્યા છે જે પ્રશાસન માટે ચિંતાજનક છે. ત્યારે ગામડાઓમાં પણ કોરોના પ્રવેશ ના કરે તે માટે થઈને સરપંચો દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સિહોરના ખાખરીયા ગામે સરપંચ મેંનસુરભાઈ આહીર અને ઉપ સરપંચ પાર્થભાઈ કુવાડિયા દ્વારા ગામના યુવાનોના સહકારથી સમગ્ર ગામમાં જંતુનાશક દવાનો છાંટકાવ કરવામાં આવ્યો હતો. સાથે જ ગ્રામજનોને કોરોના વિશે જાણકારી આપીને સાવચેતી રાખવાં માટે થઈને સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ કોરોના સામે સુરક્ષિત કરતી આરોગ્ય કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.સરપંચ અને ઉપ સરપંચ દ્વારા ગ્રામજનોને આરોગ્ય બાબતે પુછતાછ કરીને એવું કોઈ કોરોના વાયરસના લક્ષણ જણાય તો તાત્કાલિક સંપર્ક કરવા પણ જણાવ્યું હતું. એક જાગૃત સરપંચ દ્વારા ગામની સુરક્ષા માટે કડક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે તે ખરેખર પ્રશંસનીય છે.

Reviewed by ShankhnadNews
on
20:12
Rating:

No comments: