test
વાહ કલાપ્રેમી વાહ - ખોડીયારના ભરતભાઈ મેર ૧૧૧ જેટલા સાંજીદા કલાકારોની મદદે આવ્યા 

તમામ કલાકારોના ખાતામાં બે હજાર રૂપિયા જમા કરાવ્યા, બે લાખથી વધુનું અનુદાન

મિલન કુવાડિયા
લોકડાઉનને લઈને સમગ્ર દેશમાં રોજિંદા કામો કરીને કમાતા લોકોના વર્ગ માટે જીવન નિર્વહ કરવો ભારે મુશ્કેલ થઈ પડ્યો છે. કોરાના અટકવાનું નામ નથી લઈ રહ્યો. રોજબરોજ રાજ્યમાં નવા કેસો આવી રહ્યાં છે. હવે સ્થિતિ ગંભીર બની છે અને આ સ્થિતિને કાબુમાં રાખવા માટે સરકાર પણ નિયંત્રણો વધારી રહી છે. લૉકડાઉન વચ્ચે શ્રમિકો પરેશાન છે. તેમને બે ટંક ખાવા માટેના ફાંફાં પડી રહ્યા છે. શહેરો નહીં પરંતુ ગામડાઓમાં પણ મજૂરી કરીને ગુજરાત ચલાવતા પરિવારો મુશ્કેલીમાં મૂકાયા છે ત્યારે ભાવનગરના સંગીતના સાજીંદાઓ તબલા, બેનજો, ઢોલ વગાડનાર કલાકારોને મદદ કરવા માટે કલાપ્રેમી અને લોકોની હરહંમેશ મદદ કરવા તત્પર રહેતા ભરતભાઇ મેર ખોડિયાર વાળા દ્વારા ભાવનગરના સાજીંદાની મદદે આવી ચડ્યા હતા. આવી લોકડાઉન ની સ્થિતિમાં નાના કલાકારો માટે કપરો સમય આવી ચડ્યો છે કેમ કે લોકડાઉન ને લઈને સંતવાણી ડાયરા ના કાર્યક્રમ ઉપર પણ બ્રેક લાગી ગઈ છે. ત્યારે કલાપ્રેમી ભરતભાઇ દ્વારા તેમના પરિવાર ની ચિંતાને લઈને ૧૧૧ જેટલા સાજિંદા કલાકારો ના ખાતામાં ૨ હજાર રૂપિયા જમા કરાવીને ખરા સમયે કલાની કદર કરી હતી. આવા કપરા સમયે ભરતભાઇ દ્વારા સાજિંદા લોકોની સાથે ઉભા રહીને તેમની કલાને પ્રોત્સાહન આપીને પરિવારની મદદ કરી હતી. આવી ભાવનગર કલાનગરીમાં ભરતભાઇ મેર જેવા કલાના ચાહકો પણ ખરા સમયે કલાને ડૂબવા દે તેમ નથી તે હકીકત છે
Reviewed by ShankhnadNews on 20:43 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.