શંખનાદ સંચાલક મિલન કુવાડિયા સામે થયેલ પોલીસ ફરિયાદને લઈને આજે સિહોરના અગ્રણીએ કરી રજુઆત
ગઇકાલે હનુમાનધારા સંસ્થા બાદ આજે અગ્રણી નાનુભાઈ ડાખરાએ જિલ્લા કલેકટર અને એસ.પીને ઇ.મેઈલ દ્વારા કરી રજુઆત
બ્રિજેશ ગૌસ્વામી
બે દિવસ પહેલા શંખનાદ સંચાલક મિલન કુવાડિયા દ્વારા સોશ્યલ મીડિયામાં મુકાયેલા એક મેસેજને લઈને ઉચ્ચ અધિકારીના આદેશના પગલે સિહોર પોલીસ મથકમાં તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેને લઈને ગઇકાલે હનુમાનધારા સેવા સમિતિ દ્વારા કલેકટર શ્રી ને લેખિતમાં રજુઆત કરીને ઘટતું કરવા માટે અરજી કરવામાં આવી હતી. ત્યારે એ જ વાતને લઈને આજે સિહોરના અગ્રણી આગેવાન અને પત્રકાર નાનુભાઈ ડાખરા દ્વારા લોકડાઉન હોવાના કારણે ઇ.મેઈલ દ્વારા આજે જિલ્લા કલેકટર અને એસ.પી ને રજુઆત કરવામાં આવી છે. તેમણે અરજીમાં જણાવ્યું હતું કે સંચાલક મિલન કુવાડિયા ઉપર સોસિયલ મીડિયા દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવા સબબ કેસ કરવામાં આવેલ છે. હકિકત માં તેમણે છાપેલા સમાચાર તેમના પહેલા અન્ય જવાબદાર લોકો દ્વારા પણ સોશ્યલ મીડિયા પર ફેલાયા હતા તેના પ્રુફ પણ છે પણ તેવો કોઈ રાજકીય પાર્ટી ના વગદાર લોકો હોઈ તેના ઉપર કોઈ પણ જાતનું એક્શન લેવામાં આવ્યું ના હતું પરંતુ મિલનભાઈ ની ન્યૂઝ સંસ્થા દ્વારા આ સમાચાર આપ્યા પછી તરત જ ધ્યાનમાં આવ્યું કે સમાચાર તથ્ય વિહોણા એટલે એમણે તરત જ તે સમાચારનું ખંડન પણ કર્યું હતું. છતાં તેમના પર કેસ કરવો એ મીડિયા નું મોરલ ડાઉન કરવા જેવી વાત છે. મારી વિનંતી છે કે કાયમ પોલીસ અને પ્રેસના સંકલન થી પ્રજા હિત માટે કામ કરાતું હોય છે. તેમાં આવી ઘટના પ્રેસ પોલીસ વચ્ચે ખારાશ ઉભી કરે છે જે ન થાય તે માટે આ ફરિયાદ રદ કરવી જોઈએ એવી વિનંતી છે. ગઈ કાલે સુરત આરોગ્ય વિભાગ ૧૫૪ કેસ કહેતું હતું. કમિશ્નર ૧૯૪ કહેતા હતા ગેરસમજ ફેલાઈ એવો કોઈ કેસ થયો ? મિલન કુવાડિયા સમાચાર ને રદિયો આપે તો યે કેસ કરી નખાય આ કઈ નીતિ. પાછા એ જ સમાચાર અન્ય જવાબદાર લોકોએ પણ સોશ્યલ મીડિયા માં વાયરલ કર્યા જ હતા એનું શું ? મિલનભાઈ ના શંખનાદ ન્યૂઝ ના નામે છપાયેલા સમાચાર કોઈ ઇરાદાપૂર્વક ના ન હતા એ પણ અહીં સૌ જાણે જ છે તો સમગ્ર બાબત ધ્યાને લઇ પાછો ખેંચવા કાર્યવાહી થાય એવી વિનંતી કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈને સત્ય ને ઉજાગર કરવા અને ન્યાય માટે થઈને શંખનાદના વાચકો અને ચાહકો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવી રહી છે.

Reviewed by ShankhnadNews
on
20:46
Rating:

No comments: