test
લીંબુનો ઉપયોગ અને માંગ વધતા સિહોરની માર્કેટમાં ભાવ ૪૦ થી ૬૦ પ્રતિકિલો થઈ ગયો!

રોગપ્રતિકારક શક્તિ માટે અને ઉનાળા અને રમજાનના કારણે સામાન્ય દિવસોમાં રૂ ૧૦ થી ૨૦ માં મળતા લીંબુના ભાવ ઉનાળામાં આમ પણ વધે છે હાલ ૪૦ થી ૬૦

શ્યામ જોશી
રોગ પ્રતિકારક શક્તિ વધારવાના હેતુથી લોકો દ્વારા હવે ઘરગથ્થું ઉપાયો કરવામાં આવી રહ્યા છે. આજના આધુનિક યુગમાં વડીલોના માર્ગદર્શન સાથે સોશિયલ મિડિયામાં પણ અવનવા ઘરગથ્થું ઈલાજના મેસેજ વહેતા થાય છે. કોરોના કેહેરાથી લોકો બચવા આયુર્વેદિક અને હોમિયોપેાથીમાં વિશ્વાસ ધરાવતા થયા છે. ત્યારે કોરોનાથી બચવા ના એકમાત્ર ઉપાય રૃપ રોગ પ્રતિકાર શક્તિ વાધારવા વિટામીન સી, સુંઠ, આદુ, લીંબુ, માધ, હળદર, સિંધવ મીઠું, આયુર્વેદિક   ઉકાળાની માંગ વાધવા પામી છે. હાલમાં ઉનાળો બરાબરનો જામ્યો છે ત્યારે ઠંડા પીણા, ગોલા, આઈસ્ક્રિમ વિગેરે ઠંડાઈના ધંધાર્થીઓના ધંધા બંધ છે ત્યારે લીંબુનો ઉપાડ બહુ વધ્યો છે. અને બીજી તરફ મુસ્લિમોનો પવિત્ર તહેવાર રમજાન પણ શરૂ થયો છે જેથી માર્કેટમાં લીંબુની માંગ વધી છે ગરમીથી રાહત મેળવવા અને વિટામીન સીનો લાભ લેવા લીંબુની ખરીદી કરતા લીંબુની માંગ વાધવા પામી છે. જેની અરસ લીંબુના ભાવ ઉપર પણ થવા માંડી છે. એકાદ માસ અગાઉ રૃા. ૧૦ થી ૨૦ રૃપિયા મળતા લીંબુનો ભાવ હાલમાં રૂપિયા ૪૦ થી ૬૦ એક કિલોએ પહોંચ્યો છે. રસાથી ભરપુર લીંબુના ભાવ ૬૦ અને ઓછી ગુણવત્તાવાળા લીંબુનો ભાવ ૪૦ થી ૩૦ રૂ પ્રતિકિલોના ભાવે સિહોરની માર્કેટ ખાતે વેંચાઈ રહ્યા છે. જોકે ઉનાળાની સીઝનમાં ભાવ વાધવાનું તો ધંધાર્થીઓ સ્વીકારે છે.  એકતરફ કોરોના વાયરસાથી બચવા રોગ પ્રતિકારક શક્તિ વાધારવા તો બીજી તરફ અસહ્ય ગરમી વાધતા વિટામીન સીથી ભરપુર લીંબુનો વપરાશ વાધવા પામ્યો છે.
Reviewed by ShankhnadNews on 20:03 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.