લોકો સુધી જમવાનું પોહચાડવા સિહોર જાંબાળા ગામની મહિલાઓ રાત દિવસ મહેનત કરે છે, એક ઉમદા મિસાલ
હરેશ પવાર
નજીકના ભવિષ્યમાં કોરોનાની બીમારીનો અંત આવે તેમ દેખાતું નથી. દેશમાં થોડી ઘણી સ્થિતિ અંકુશમાં હતી તેમ લાગતું હતું ત્યારે છેલ્લા બે દિવસથી એકાએક પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનને અઠવાડિયા થી વધુ સમય વીતી ગયા છતા પોઝિટિવ કેસ આવવાના અટકી રહ્યા નથી. ધંધા રોજગાર બંધ છે ત્યારે તેનો સૌથી મોટો માર ગરીબ વર્ગને પડ્યો છે અને રોજબરોજ મજૂરી કરનારાઓ માટે તો જાણે કોરોના આફત લઈને આવ્યો છે. જોકે આ કટોકટીના સમયમાં એક વાત રાહત આપે એવી છે કે મોટા ઉદ્યોગપતિથી લઈને સામાન્ય લોકો પણ ગરીબ-મજૂર વર્ગના મદદે આવ્યાં છે. સેવાનો આ ધોધ પશ્ચિમ દેશોમાં જેટલો નથી દેખાતો તેટલો આપણાં દેશમાં વહી રહ્યો છે. ત્યારે સિહોરના જાંબાળા ગામની મહિલાઓ રાત દિવસ લોકોની સેવા કરવા માટે મહેનત કરી રહી છે રાત્રીના સમયે પણ રોટી સહિતની ચીજવસ્તુઓ બનાવવાની કામગીરી પણ શરૂ રહે છે આ મહિલાઓ સમાજ માટે એક ઉમદા મિસાલ આપી રહી છે.

No comments: