આજે વિશ્વ હેરિટેજ દિવસ
ઐતિહાસિક ધરોહર થી ભરપૂર છે સિંહપુર સિહોરની ધરા
દર્શન જોશી
આજે તારીખ ૧૮ મેં એટલે વિશ્વ હેરિટેજ દિવસ. સમગ્ર વિશ્વમાં આવેલી ઐતિહાસિક સ્મારકોની યાદમાં આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભાવનગરમાં પણ અનેક ઐતિહાસિક ઇમારતો આજની તારીખે પણ અડીખમ ઉભી છે જે ઇતિહાસની ઝાંખી કરાવે છે. સિંહપુર એટલે આજનું સિહોર જ્યાં પહેલા ભાવનગર મહારાજા સાહેબનું રહેણાક હતું. જેને લીધે સિહોરમાં અનેક ઐતિહાસિક ઇમારતો જોવા મળે છે. સિહોરમાં આવેલ બ્રહ્મકુંડ, સાતશેરી, દરબારગઢ, ડેલો, જુના સિહોર ફરતે રક્ષણ માટે ઉભા કરાયેલ કિલ્લાઓ સિહોરની ઐતિહાસિક ઝાંખી ઉભી કરે છે.સિહોરમાં ઉભેલી દરેક ઐતિહાસિક ધરોહર સાથે એક ઇતિહાસ જોડાયેલો છે.
અહીં ડુંગર ની ટોચ ઉપર આવેલી સાતશેરી સનસેટ પોઇન્ટ જેવું છે સિહોરના. ગુજરાતી ફિલ્મો માટે શૂટિંગ કરવાનું ઉત્તમ સ્થળ છે અનેક ગુજરાતી ફિલ્મોના શૂટિંગ અહીં થયા છે. બ્રહ્મકુંડમાં પણ દેવી-દેવતાઓની પૌરાણિક મૂર્તિઓ મુકવામાં આવી છે જે અદભુત છે. અહીં પણ ગુજરાતી ફિલ્મનું શૂટિંગ કરવામાં આવેલ છે. દર અમાસે અહીં દીવાઓ પ્રગટાવીને ઝળહળતું કરવામાં આવે છે . આ ક્ષણને માણવા માટે અનેક લોકો સંધ્યા સમયે બ્રહ્મકુંડ આવે છે.વર્ષ દરમ્યાન અનેક પ્રવાસીઓ આ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લે છે

Reviewed by ShankhnadNews
on
20:53
Rating:

No comments: