test
સિહોરની કષ્ટભંજન હોસ્પિટલ સહિત કોરોના પ્લસ સારવાર માટે જિલ્લામાં ૧૩ હોસ્પિટલ અને ૧૧૫ વેન્ટીલેટર ઉપલબ્ધ

નાયબ કલેકટર રાજેશ ચૌહાણ સાથે તંત્રએ કષ્ટભંજન હોસ્પિટલની કરી વિઝીટ, શ્વાસની તકલીફ વધતા વેલ્ટીલેટરની આવશ્યક્તા, સિહોર સાથે જિલ્લાની ૧૩ હોસ્પિટલોમાં સેવા ઉપલબ્ધ, 

હરેશ પવાર-દેવરાજ બુધેલીયા
કોરોના મહામારી સામે આરોગ્ય તંત્ર સાવચેતીના પગલા લઇ રહ્યું છે ત્યારે આજે વેન્ટીલેટર સુવિધાવાળી હોસ્પિટલો અને તેની ફેસીલીટી અંગે પણ સમિક્ષા થઇ હતી જેમાં સિહોર શહેર સાથે જિલ્લામાં એડલ્ટ વેન્ટીલેટર ૯૨ અને પીડીયાટ્રીક વેન્ટીલેટર ૨૩ હોવાનું જણાયું છે. આવેલ દર્દીની સારવાર દરમિયાન વેન્ટીલેટર મહત્વનો ભાગ ભજવતું હોય છે. સિહોરમાં આવેલી નામાંકિત કષ્ટભંજન હોસ્પિટલ ખાતે સેવા ઉપલબ્ધ રાખવામાં આવી છે આજે સિહોરના નાયબ કલકેટર રાજેશ ચૌહાણ મામલતદાર નિનાના સહિત અધિકારીઓએ કષ્ટભંજન હોસ્પિટલની મુલાકાત કરીને સમીક્ષા કરી હતી અને સુવિધા બાબતની ઝીણવટ ભરી તપાસ કરી હતી  જ્યારે ખાસ કરીને ભાવનગરમાં કોરોના પોઝીટીવ દર્દીઓની સંખ્યા વધતી જાય છે ત્યારે તેની સારવાર માટે વેન્ટીલેટરની સુવિધા અંગે પણ આરોગ્ય તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રયત્નશિલ છે અને તારણ કઢાયા મુજબ સિહોર સહિત ભાવનગર જિલ્લામાં વેન્ટીલેટરની કુલ ૧૩ હોસ્પિટલમાં ૧૧૫ સેટ ઉપલબ્ધ હોવાનું જણાયું છે.

 જેમાં સર ટી. હોસ્પિટલમાં ૫૪ એડલ્ટ વેન્ટીલેટર અને ૧૨ પીડીયાટ્રીક વેન્ટીલેટર છે. જ્યારે બજરંગદાસ બાપા આરોગ્ય ધામમાં ૫+૧, એચ.સી.જી. હોસ્પિટલમાં ૯+૦, સમર્પણ હોસ્પિટલમાં ૩+૦, પુનિત નર્સિંગ હોમમાં ૪+૦, નિર્મળ ચિલ્ડ્રન હોસ્પિટલમાં ૦+૬, પલ્સ હોસ્પિટલમાં ૩+૧, બી.આઇ.એમ.એસ. હોસ્પિટલમાં ૨+૦, સુચક હોસ્પિટલમાં ૧+૧, હનુમંત હોસ્પિટલમાં ૪+૧, સદવિચાર હોસ્પિટલ પાલિતાણામાં ૨+૦, ગીરીવિહાર હોસ્પિટલમાં ૪+૦, કષ્ટભંજન હોસ્પિટલ સિહોરમાં ૧+૧ એમ કુલ મળી ૯૨ એડલ્ટ વેન્ટીલેટર અને ૨૩ પીડીયાટ્રીક વેન્ટીલેટર મળી ૧૧૫ હોવાનું જણાયું છે જેમાં સિહોરની કષ્ટભંજન હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે ત્યારે આજે મુખ્ય અધિકારી રાજેશ ચૌહાણ સહિતના તંત્ર વિભાગે રૂબરૂ હોસ્પિટલ વિઝીટ કરીને સમીક્ષા કરી હતી
Reviewed by ShankhnadNews on 19:24 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.