test
હમ ન સમજેંગે બાત ઇતની સી...લોકડાઉનને મજાક સમજી કોરાના અમારું કંઇ નહિ બગાડી શકે તેવું માની ભટકતાં ૫ પકડાયા

બ્રિજેશ ગૌસ્વામી
કોરોનાની મહામારી સામે દેશમાં ૨૧ દિવસના લોકડાઉનને આજે ૧૫મો દિવસ છે. કોરોનાનું સંક્રમણ થતું અટકે અને લોકો આ રોગનો ભોગ ન બને તે માટે તમામને ઘરમાં જ રહેવા સુચનાઓ અપાઇ છે. શહેર પોલીસ લોકડાઉનનું કડક પાલન કરાવી રહી છે અને રાત દિવસ સતત રસ્તાઓ પર વોચ રાખી, ડ્રોન કેમેરા ફેરવી ને કારણ વગર ઇમર્જન્સી વગર માત્ર ને માત્ર રઝળપાટ કરવા, રખડવા, ભટકવા નીકળી પડી કોરોનાના ચેપનું જોખમ ઉભુ કરતાં શખ્સોને પકડી પાડે છે. તેની સામે ગુનાઓ નોંધી વાહનો પણ ડિટેઇન કરે છે. આમ છતાં કોરોનાની ગંભીરતાને ન સમજી લોકડાઉનને મજાક માનીને નીકળી પડનારાને ડર જ ન હોય તેમ બહાર રખડતા રહે છે. પોલીસે રોજજે કેસોને કરીને પકડે છે છતાં લોકોને એટલી સમજણ નથી કે લોકડાઉન પાલન કરવું જોઈએ સિહોરના અલગ-અલગ વિસ્તારો માંથી ૫ શખ્સો સામે ૧૪૪ ના ભંગની કાર્યવાહી થઈ છે અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે
Reviewed by ShankhnadNews on 20:14 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.