test
સેવા એજ પરમો ધર્મ : સિહોરમાં ટીફીન અને નાસ્તાની સેવાઓ માટે આ મુસ્લિમ યુવાનો ખડેપગે, સાંજ પડે ૫૦૦ લોકોને જમવાનું પોહચાડે છે

બ્રિજેશ ગૌસ્વામી
૨૧ દિવસના લોકડાઉને ઘરવિહોળા પરિવારો અને ઝૂંપડા ફૂટપાથ રહેતા અને જીવન જીવતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે સેવા પરમો ધર્મ' ઉકિતને ફરી એક વાર સિહોરના યુવાન લોકોએ ચરીતાર્થ કરી બતાવી છે. જયારે જયારે મદદની હાકલ પડે ત્યારે આ માયાળુ મલકના માનવીઓ સેવા માટે તૈયાર જ હોય છે. હાલ કોરોના વાઇરસના કારણે જનજીવનને મોટી અસર પહોંચી છે. રોજનુ કમાઇને રોજ ખાનારાઓના ચુલા બંધ થઇ ગયા છે. તેમના માટે અનેક સેવાભાવી યુવાનો મેદાનમાં આવ્યા છે. રસોઇ માટેના તાવડા ધમધમી ઉઠયા છે. કોઇ ભોજન માટે તો કોઇ મેડીકલ સહાય માટે સેવા યજ્ઞ ધમધમાવી રહ્યા છે. કોરોના વાઇરસે દુનિયામાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે બહારગામથી આવેલ નોકરીયાત વર્ગ, વિદ્યાર્થીઓ તથા શ્રમજીવીકોને ભોજન-નાસ્તા તથા ચાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ સેવાનો સોશ્યલ મીડિયા થકી પ્રચાર થઇ રહ્યો છે જેનો લાભ જરૂરીયાત મંદો લઇ રહ્યા છે અને આ સંસ્થા સમાજો અને યુવાનોની અનેરી સેવાઓને લોકો બીરદાવી રહ્યા છે ત્યારે સિહોરના આ મુસ્લિમ યુવાનો પણ સતત ખડેપગે રહીને અવિરત સેવા કરી રહ્યા છે અને લોકોને ઘરે ઘરે ફૂડ પેકેટ પોહચાડી રહ્યા છે
Reviewed by ShankhnadNews on 20:53 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.