સિહોરની એકતા સોસાયટીમાં સુરતથી આશરે ૩૫ લોકો આવ્યા હોવાની વાતને લઈ તંત્ર દોડતું થયું
બે દિવસ પહેલા આ તમામ લોકો સુરત આવ્યા અને સિહોરની એકતા સોસાયટીમાં વસવાટ કર્યાની જાણ ડે કલકેટરને થઈ અને તંત્રને તાત્કાલિક સ્થળે પોહચવા આદેશ છૂટ્યા
બ્રિજેશગીરી ગોસ્વામી
રાજ્યભરમાં બહારગામ થી આવતા લોકો ઉપર પ્રશાસન બાજ નજર રાખીને બેઠું છે. કોરોના વાયરસ સંક્રમણ ને લઈને ફેલાતો હોવાથી તંત્રમાં ફફડાટ વધુ છે ત્યારે સિહોરમાં જ આજે એકતા સોસાયટીમાં આશરે ૩૫ લોકો બે ક દિવસ પહેલા સુરતથી આવ્યા હોવાની વાત ડે. કલેક્ટર ચૌહાણને મળતા ભરબપોરે આરોગ્ય તંત્ર દોડતું કરી દેવામાં આવ્યું હતું. અહીં વિસ્તારના જાગૃત નાગરિક દ્વારા તંત્રને કાને વાત નાખવામાં આવી હતી. આરોગ્ય ખાતાની ટિમ તાબડતોબ એકતા સોસાયટી માં પહોંચી ગઈ હતી અને સુરતમાંથી આવેલા તમામ લોકોની શોધખોળ આદરી દીધી હતી. શરૂઆતમાં કોરોનાના ભયને લઈને બહારથી આવેલા લોકો સાચી વાત કહેવામાં ડર અનુભવી રહ્યા હતા પરંતુ આરોગ્યની ટિમ દ્વારા યોગ્ય સમજણ આપીને તેમની સંપૂર્ણ વિગતો મેળવી હતી. અહીંના વિસ્તારના સુરત કામ અર્થે રહેતા હતા પણ લોકડાઉન ના પગલે તેઓ વતનમાં પાછા ફરી ગયા હતા. આવેલા તમામ ૩૫ લોકોની ચકાસણી આરોગ્ય ટિમ દ્વારા કરવામાં આવી હતી અને તેમની સંપૂર્ણ વિગતો લેવામાં આવી હતી. ચકાસણી તમામ લોકો સ્વસ્થ જણાતા તંત્રએ હાશકારો લીધો હતો. છતાં પણ આરોગ્ય ટિમ દ્વારા સૂચનો કરવામાં આવ્યા હતા. ત્યારે નાયબ કલેકટર અને ટિમ દ્વારા સમગ્ર વિસ્તારોમા ઝીણવટ ભરી નજર રાખી રહ્યા છે

Reviewed by ShankhnadNews
on
20:42
Rating:

No comments: