test
સિહોર વોર્ડ નં ૩ પાંચવડા વિસ્તારમાં દબાણકર્તાઓને તંત્રનું અલ્ટીમેટમ, દિવસ ૮ માં દબાણ હટાવી લેવા આદેશ

દેવરાજ બુધેલીયા
સિહોર નગરપાલિકા હદ વિસ્તારમાં દબાણકર્તાઓનો રાફડો ફાટ્યો છે શહેરની હદમાં અસંખ્ય દબાણો થયેલા છે સરકારી કરોડોની જમીનો પર અસામાજિક તત્વોએ અડ્ડો જમાવી દીધો છે અગાઉ અનેક વખતો ફરિયાદ ઉઠી છે મોટા માથાઓના કારણે દબાણ હટાવવા કાર્યવાહીમાં વિલંબ થતો રહે છે આજે સિહોર નગરપાલિકા તંત્ર વિભાગે વોર્ડ નં ૩ પાંચવડા વિસ્તારમાં દબાણકર્તાઓ સામે લાલ આંખ કરી છે.

 અહીં છેલ્લા કેટલાક સમયથી સરકારી જગ્યાઓમાં દબાણનો રાફડો ફાટ્યો છે જે રજૂઆતના પગલે આજે સિહોર નગરપાલિકા તંત્ર વિભાગ દ્વારા બપોરના સમયે પાંચવડા વિસ્તારમાં પોહચી દબાણકર્તાઓને ૮ દિવસમાં સ્વૈચ્છિક દબાણ હટાવી લેવાના આદેશ કર્યા છે અને સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે પાંચવડા વિસ્તારમાં સરકારી જગ્યાઓ પર કબજો જમાવીને બેઠેલા બાબુઓમાં ફફડાટ ફેલાયો છે
Reviewed by ShankhnadNews on 20:12 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.