લગ્નગાળા વખતે જ બેંકો બંધ હોવાથી ભારે હાડમારીઃ કરોડોના વ્યવહાર ઠપ્પ
હરીશ પવાર
બેન્કમાં ફરજ બજાવતાં કર્મચારીઓના યુનિયન દ્વારા છેલ્લા ઘણા સમયથી પડતર પ્રશ્નોની માંગ સાથે રજૂઆત કરવામાં આવી રહી છે. તે અંગે સરકાર દ્વારા કોઇ નિર્ણય લેવામાં નહીં આવતાં રોષે ભરાયેલાં યુનિયન દ્વારા તા.૩૧મી જાન્યુઆરી અને ૧લી ફેબુ્રઆરીના રોજ હડતાલ ચિમકી ઉચ્ચારવામાં આવી હતી. જેના ભાગરૂપે કર્મચારીઓ હડતાલમાં જોડાતાં સિહોરની બેન્ક સેવા ખોરવાઇ જવા પામી છે. રાષ્ટ્રીયકૃત બેન્કો બંધ રહેતાં કરોડોના આર્થિક વ્યવહારો પણ ખોરવાયાં છે. પડતર પ્રશ્નો અંગે અવાર નવાર રજૂઆતો કરવા છતાં એ બાબતે કોઇ નિર્ણય લેવામાં નહીં આવતાં રોષે ભરાયેલાં યુનિયને હડતાલનો માર્ગ અપનાવ્યો છે. આ હડતાલની અસર સિહોર શહેર અને જિલ્લા ઉપર પણ જોવા મળી હતી. જિલ્લામાં આવેલી તમામ રાષ્ટ્રીયકૃત બેન્કો બંધ રહેતાં ખાતેદારો પણ હેરાન પરેશાન થઇ ગયા હતા. તો બીજી તરફ બેન્કો બંધ હોવાના કારણે કરોડોના આર્થિક વ્યવહારો પણ ખોરવાઇ ગયા છે. એક તરફ હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે હડતાલ હોવાના કારણે નાણાંકીય લેવડ દેવડ કરવામાં પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

Reviewed by ShankhnadNews
on
19:32
Rating:

No comments: