test
પાલીતાણા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપનો ગઢ ધરાશાઇ, કોંગ્રેસના વિનુભાઇ ગોહિલે બાજી મારી, જલવંત જીત મેળવી

૩૮૧ મતે કોંગ્રેસના ઉમેદવાર વિનુભાઈએ બાજી મારી, ભાજપ પાસેથી બેઠક કોંગ્રેસે આંચકી, કોંગ્રેસના નેતાઓની મહેનત રંગ લાવી, જીત મેળવનાર વિનુભાઈ ખૂબ સેવાભાવી વ્યક્તિ છે

સલીમ બરફવાળા
પાલીતાણા નગરપાલિકાની વોર્ડ નં ૫ ની પેટા ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો ભવ્ય વિજય થયો છે અને ભાજપના ગઢને ધરાશાઇ કર્યો છે ભારે રસાકસી વાળી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો વિજય થતા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો અને શુભેચ્છકોએ ધામેધૂમ વિજ્યોત્સવ મનાવ્યો હતો અને વિજેતા ઉમેદવારને શુભેચ્છાઓ પાઠવી હતી પાલીતાણા નગર પાલિકાના વોર્ડ નં ૫ ના ભાજપના ચૂંટાયેલા ઉમેદવારનું બીમારી સબબ મૃત્યુ નિપજતા આ બેઠક ખાલી પડી હતી જેની પેટા ચૂંટણી યોજાતા જેમાં કુલ ૨૫૭૦નું મતદાન થયું હતું જેની મતગણતરી આજે બુધવારે પાલીતાણા મામલદાર કચેરી ખાતે હાથ ધરવામાં આવી હતી જેમાં કોંગ્રેસના ઉમેદવાર વિનુભાઈ કરશનભાઈ ગોહિલને ૧૩૮૮ મત મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવાર પ્રેમજીભાઈ સવજીભાઈ પરમારને ૧૦૭૦ મળ્યા હતા આમ કોંગ્રેસના ઉમેદવાર વિનુભાઈ ગોહિલનો ૩૮૧ મતે વિજય થયો હતો જ્યારે ચૂંટણીમાં વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના ઉમેદવાર પરમારને ૬૧ ગુજરાત જન ચેનતા પાર્ટીના ઉમેદવાર હિપાભાઈ મકવાણાને ૬૦ મત મળ્યા જતા જ્યારે  અપક્ષ ઉમેદવાર અકબરભાઈ રાંધનપરાને ૩૧ મત મળ્યા હતા જ્યારે નોટોમાં ૨૩ મત પડ્યા હતા આમ કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો આ ચૂંટણીમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ, નાનુભાઈ ડાખરા, કાંતિભાઈ ચૌહાણ, નગરપાલિકા વિરોધ પક્ષ નેતા પ્રવીણભાઈ ગઠવી, નગરસેવક રૂમીભાઈ શેખ, હયાતખાન બ્લોચ, કરણશંગ મોરી, બાબલાભાઈ સૈયદ, પ્રેમજીભાઈ ભીલ, અર્ષમાન બ્લોચ સહિત યુવાનો આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં પ્રચાર પ્રસારમાં જોડાયા હતા
Reviewed by ShankhnadNews on 19:31 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.