test
ઘોઘા પંથકના ખેડૂતો પાણી માટે જોઈ રહ્યા છે રાહ

રવિ પાક માટે કેનાલ મારફત પાણી આપવા માંગ, ઘણા વર્ષોથી આ કેનાલો છે કોરી ધાકોર

પાણી કર ચૂકવવા છતાં નથી મળતું પાણી, લિગ્નાઇટ બની રહ્યો છે ખેતી નો દુશ્મન

સલીમ બરફવાળા
ઘોઘા તાલુકો આજે પણ વરસાદી પાણી અને કેનાલ ના પાણી આધારિત ખેતી પર નિર્ભર છે, આ વિસ્તારની જમીનોમાં રહેલો કોલસો એટલે કે લિગ્નાઇટનું ખોદકામ આ વિસ્તારની જમીનો ને ખારાશ યુક્ત બનાવી રહ્યું છે ત્યારે શિયાળુ પાક લેવા ખેડૂતો શેત્રુંજી ડેમની ડાબા કાંઠાની ખાલીખમ કેનલો માં પાણીની રાહ જોઈ રહ્યા છે ઘોઘા તાલુકા ના કોળિયાક અને ગુંદી સહિતના 30 થી વધારે ગામો આજે પણ આ વિસ્તાર માંથી પસાર થતી ડાબા કાંઠા ની કેનલો માં ખેતીના પાણ માટે પાણીની રાહ જોઈ રહ્યા છે, આ વિસ્તારની કાચી કેનાલો છેલ્લા ઘણા વર્ષોથી કોરી ધાકોર જોવા મળી રહી છે, શેત્રુંજી ડેમમાં ભરપૂર પાણી હોવા છતાં ડાબા કાંઠાની કેનાલો પરના આ વિસ્તારના ગામડાઓ પાણીની તંગી મહેસુસ કરી રહ્યા છે.

 ખેતી પાક માટે જરૂરી પાણ માટે ખેડૂતો નિયત પાણીકર ચૂકવી પાણી ની રાહ જોઈ રહ્યા છે પરંતુ ડેમનું પાણી અહીં કેટલાય વર્ષોથી પહોંચ્યું નથી કેનલો ની આ સમસ્યા જાણવા આજે ઝી મીડિયાની ટિમ આ વિસ્તારમાં પહોંચી હતી અને ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો હતો. આવો જાણીએ શુ કહે છે આ વિસ્તારના ખેડૂતો. આ વિસ્તાર ની જમીનોમાં લિગ્નાઇટ નું થઈ રહેલું ખોદકામ આ વિસ્તારની જમીનો ને બંઝર બનાવી રહ્યું છે એટકે કે દરિયાનું ખારું પાણી ધીમે ધીમે આગળ વધી રહ્યું છે, જેથી આવનારા દિવસોમાં આ વિસ્તારની ખેતી લાયક જમીનો નષ્ટતા ના આરે પહોંચશે.
Reviewed by ShankhnadNews on 19:24 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.