સિહોર ખાતે અગાઉ ફરજ બજાવતા નિવૃત પોલીસ કર્મીએ હેડ કોન્સ્ટેબલના મૃત્યુની સાચી તપાસ કરવાની માંગ કરી
અગાઉ વર્ષો સુધી સિહોરમાં ફરજ બજાવનાર નિવૃત જમાદાર બટુકભાઈ ઠાકરે આઈજી ને પત્ર પાઠવ્યો અને મરણજનાર પોલીસ કર્મીના ન્યાય માટેની માંગણી કરી
શંખનાદ કાર્યાલય
સિહોર ખાતે અગાઉ ફરજ બજાવતા અને થોડા સમય પહેલા નિવૃત્ત થયેલ બટુકભાઈ ઠાકરે ભાવનગર હેડ કોન્સ્ટેબલના મૃત્યુ અંગેની સાચી તપાસની માંગ કરી છે ભાવનગર શહેરના ડી ડિવિઝનના હેડ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી આ સમગ્ર બનાવમાં નિવૃત જમાદારે આઈજીને પત્ર લખી હે. કોન્સ્ટેબલના મૃત્યુને ન્યાય મળે તેવી માંગ કરી છે બનાવની વિગત એવી છે કે ભાવનગર શહેરના ડી. ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા ભીમભાઈ વેજાભાઈ દેસાઈએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી એ સમગ્ર પ્રકરણમાં સિહોર ખાતે અગાઉ ફરજ બજાવીને થોડા સમય રિટાયર્ડ થયેલ પોલીસ બેડાના નિવૃત્ત જમાદાર બટુકભાઈ ઠાકરે આઈજીને પત્ર લખી સ્વર્ગસ્થ ભીમભાઈ દેસાઈને ન્યાય મળે તેવી માંગ કરીને બૂહાર લગાવી છે.
આ પત્રમાં મૃતકની ટેબલ એટલે કે એ ડી ટેબલ તપાસ ન થાય તેમજ સહકર્મીઓના નિવેદનો લેવામાં આવે તદઉપરાંત ભીમભાઈને ઓછું કામ આવડતું હોય અને ઓછું કામ આવડતું હોવાની જાણ તેમના અધિકારીઓને પણ કરવામાં આવી હોય છતાં ઇન્વેમાં મુકવામાં આવ્યા હતા તેમજ ઘોઘા રોડ પોલીસ મથકમાં હતા ત્યારે ક્રાઇમનું કામ આપવામાં આવ્યું હતું તેનાથી સ્વર્ગસ્થ ભીમભાઈ તણાવમાં રહેતા હતા તદઉપરાંત મોબાઈલ ડિટેઇલ આધારે અને નોકરીમાં ત્રાસ આપનાર સામે પગલાં ભરવાની નિવૃત કર્મી બટુકભાઈ ઠાકરે કરી છે ઉલ્લેખનીય છે બટુકભાઈ ઠાકર અગાઉ સિહોર પોલીસ મથકમાં ફરજ બજાવી ચુક્યા છે હજુ થોડા સમય પહેલા જ પોલીસ વિભાગ માંથી નિવૃત થયા છે ત્યારે પોલીસ વિભાગને પડતી મુશ્કેલીઓ અને પોલીસ વિભાગના કર્મીઓ માટે ન્યાય અને રજૂઆતો કરીને બટુકભાઈ નિસ્વાર્થ સેવા કરીને પોતાની ફરજ બજાવી રહ્યા છે

Reviewed by ShankhnadNews
on
19:45
Rating:

No comments: