test
સિહોરમાં નિયમિત સફાઇના અભાવે ઠેર-ઠેર કચરાના ઢગલાથી ગંદકીનું સામ્રાજ્ય

દિવા તળે અંધારું, પાલિકા કચેરી પાસે જ કચરાનો ઠગલો, કર્મીઓને સફાઈની તાલીમ આપવી જરૂરી

હરેશ પવાર
સરકાર સારી યોજના અને તેને અનુરૂપ સુત્રો આપે છે પરંતુ જ્યાંથી સમગ્ર સિહોરની પ્રાથમિક સુવિધાનો વહિવટ થાય છે તે નગરપાલિકાની બાજુમાં તેનો અમલ કેટલો થાય છે તે તો આપણે સૌ જાણીએ જ છીએ જ્યારે સર્વેક્ષણ ચાલતું હતું ત્યારે મુખ્ય રોડ રસ્તાઓ પર કચરો ન દેખાય તેવી કાળજી લેવામાં આવતી હોઈ છે પરંતુ નગરપાલિકાના સરકારી કર્મીઓને નગરપાલિકાની બાજુમાં જ કચરાઓના ઢગલા જોવા મળે છે ત્યારે દિવા તળે અંધારાની કહેવતને સાચી ઠેરવે છે અને આ સ્થિતિ શહેરના અનેક વિસ્તારોમાં જોવા મળે છે ત્યારે કર્મચારીઓને સ્વચ્છતાની તાલીમ આપવાની જરૂર હોય તેમ લાગી રહ્યું છે. કંઇ નવી યોજના અથવા નવી સીસ્ટમ આવે ત્યારે કર્મચારીઓને તેની સરકારી ખર્ચે તાલીમ આપવામાં આવે છે ત્યારે આવી જ રીતે સ્વચ્છતા માટે પણ કર્મચારીઓને તાલીમ આપવી પડે તેવી નોબત સ્થિતિ છે કારણ કે નગરપાલિકા કચેરી સામે કચરાના ઢગલા સાથે શહેરના અનેક વિસ્તારોમાં સાફ સફાઈના અભાવે લોકો હાડમારી ભોગવી રહ્યા છે સિહોર શહેરમાં સ્વચ્છતા અભિયાનના નામે સાવ મીંડુ જ છે. સિહોર શહેરના દરેક વોર્ડમાં તથા દરેક રોડ રસ્તાઓ પર તથા ખાંચા-ગલ્સલીઓમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીઓના થરો લાગી ગયા છે. કચરાપેટીઓ કે કચરા કુંડીઓ સમયસર ઉપડતી ન હોય એક એક માસ સુધી અમુક વિસ્તારોમાં આવા કચરાના ઉકરડા પડયા રહે છે. આવા ઉકરડાની કચરા કુંડીઓની આજુબાજુ વસતા નાગરિકોને ફરજિયાત પોત પોતાના મકાનોના બારી-બારણાઓ બંધ જ રાખવાની ફરજ પડે છે. એટલી હદે દુર્ગંધો મારે છે કે આવા વિસ્તારોમાં નીકળતા રાહદારીઓને પણ મોં ઉપર ફરજિયાત રૂમાલ રાખવો પડે છે. જ્યાં જુઓ ત્યાં રોડ ઉપર ગટરો પણ ઉભરાવાની સમસ્યા અવાર-નવાર બને છે આવી ગંદકીઓના કારણે માખી-મચ્છરોનો ઉપદ્રવ દિનપ્રતિદિન વધતો જાય છે જેના કારણે રાત પડે ને જાણે સિહોર શહેરમાં મધમાખીઓના ઝુંડની જેમ મચ્છરોના ઝુંડ ઉડતા જોવા મળે છે અને આવા મચ્છરોના ત્રાસથી સિહોર શહેરની જનતાનું આરોગ્ય જોખમાઇ રહ્યુ છે.
Reviewed by ShankhnadNews on 19:50 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.