test
તળાજા ખાતે ૨ કિ.મી લંબાઈના રાષ્ટ્રધ્વજ સાથેની સૌથી મોટો તિરંગા યાત્રા યોજાઈ, તાલધ્વજ ધરતીમાં અદ્ભૂત ક્ષણો, યાત્રાને નિહાળવી એક  લ્હાવો હતો

૫ હજારથી વધુ વિધાર્થીઓએ ત્રિરંગાને હાથ ઉપર લઈને બજારોમાં ફરી વળ્યાં, વિધાર્થીઓએ રંગ રાખ્યો, યાત્રાને દેશના ટોચના નેતાઓએ બે મોઢે વખાણી 

દર્શન જોશી
તાલધ્વજ નગરી તળાજાનાં આંગણે ગઈકાલે ૨૬મી જાન્યુઆરી ના રોજ યોજાયેલ અભુપૂર્વક અને ઐતિહાસિક ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી આઝાદ તળાજાના ઈતિહાસમાં સુવર્ણ  અક્ષરે લખી શકાય તેવી અભુતપૂર્વ યાત્રામાં કોમી એકતાના દર્શન સાથે તેમજ ભાઈચારાના ભાવ સાથે સમ્રગ તળાજા શહેરની ૧૦,૦૦૦ થી પણ વધુ માનવ મેદની તેમજ ૨૭ શાળ/કોલેજના ૫૫૫૫ વિધાથીઁઓ ભારત માતા કી જયના નારા સાથે યાત્રામાં જોડાયા હતા ભવ્ય ત્રિરંગા યાત્રાનું પ્રસ્થાન યુજય સંતશ્રી રમજુબાપુ, હાઉસિંગ બોર્ડના ચેરમેનશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, સાંસદશ્રી ડો.ભારતીબેન શિયાળ, ધારાસભ્યશ્રી કનુભાઈ બારૈયા,તેમજ તળાજા નગરપાલિકા ના અધ્યક્ષ શ્રી દક્ષાબા સરવૈયા પ્રરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.

સમ્રગ શહેરના રાજમાર્ગ  ઉપર રાષ્ટ્ર ભકિત ના માહોલ સાથે આન-બાન  અને શાન થી સમ્રગ શહેર જાણે રાષ્ટ્રભક્તિ રંગે રંગાયૉ હોય તેવું અભૂતપૂર્વ દ્રશ્યની પ્રતિતિ શહેરના પ્રત્યેક નાગરિકો ના દિલમાં જોવા મળી.ધોડા ગાડી,ઊંટ ગાડી પર સવાર થઈ ભારત માતાએ પણ તળાજાની એકતા અને અખંડિતાના દર્શન કર્યા વિર એભલજી વાળાની કર્મભૂમિ અને ભકત કવા નરસિંહ મહેતાની જન્મભૂમિ એવી ઐતિહાસિક નગરી તળાજાની નોંધ તિરંગા યાત્રાના લીધે સમ્રગ ભાવનગર જિલ્લામાં લેવામાં છે.

૬ થી વધુ ડી.જેના રાષ્ટ્રભક્તિ ના ગાન અને ૨ કિ.મી ના રાષ્ટ્રધ્વજ સાથે ભારત માતાએ સમ્રગ શહેરમાં ઠેર-ઠેર વિવિધ સમાજના આગેવાનો દ્રારા ભારત માતાનું અદકેરું સ્વાગત તેમજ આરતી કરવામાં આવી જેનો આનંદ અને ઉત્સાહ આજે પ્રત્યેક તળાજાના રહેવાસીઓના દિલમાં જોવા મળ્યો તિરંગા યાત્રા દરમ્યાન રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ પોલીસ પરેડ વિવિધ વેશ-ભુષા તેમજ વિવિધ થીમ સાથેના દસ ટ્રેક્ટર જોડાયા હતા.

તળાજાના બે યુવા કાયઁકતાઓ અને તિરંગા યાત્રાના કન્વીનર શ્રી વૈભવ જોષી અને શ્રી આઈ.કે.વાળાએ સમ્રગ શહેરના લોકોને નાત-જાતનો ભેદ ભૂલી સર્વોને કોમી એકતા સાથે એક તાતણે બાંધી સમાજ જીવનને ભાઈચારાનો નવો સંદેશ આપ્યો હતો.યાત્રા દરમ્યાન વાવચોક ખાતે સમસ્ત મુસ્લિમ સમાજ દ્રારા છ હજારથી વધુ બાળકોને નાસ્તાનું વિતરણ કરી એકતા અને અખંડિતાની પ્રતિતિ સમસ્ત સમાજ જીવનને કરાવી હતી.

૨ કિમી લંબાઈ ના રાષ્ટ્રધ્વજ સાથે નો ભવ્ય તિરંગાનું સમ્રગ નેતૃત્વ શાળા/કોલેજની દિકરીઓ દ્રારા કરી નારી સ-શક્તિકરણનો સંદેશ આપવામાં આવ્યો હતો.આવનાર સમયમાં કયાયરેય ન ભુલી શકાય તેવી ભવ્ય તિરંગા યાત્રામાં જોડાનાર તેમજ સહકાર આપનાર દરેક તળાજા શહેરના તમામ ભાઈઓ-બહેનોનો આયોજકો જાહેર દ્રારા આભાર વ્યકત કરવામાં આવ્યો હતો યાત્રાની નોંધ દેશના ટોચના નેતાઓએ લીધી છે.
Reviewed by ShankhnadNews on 19:57 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.