test
સિહોર તાલુકાનો પ્રજાસત્તાક પર્વે બુઢણા ખાતે આન-બાન-શાન સાથે ઉજવાયો, નાયબ કલેકટર રાજેશ ચૌહાણે હસ્તે ધ્વજવંદન

૭૧મો પ્રજાસત્તાક પર્વે સમગ્ર પંથક દેશભક્તિના રંગોમાં રંગાયો, તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકોએ રાષ્ટ્ધ્વજને સલામી આપી, અનેક તેજસ્વી તારલાઓને સન્માનીય કરીને નવાજવામાં આવ્યા

હરિશ પવાર
સિહોર શહેર અને સમગ્ર તાલુકામાં ૭૧મો પ્રજાસત્તાક પર્વ દેશભક્તિના રંગોમાં રંગાઈને રંગેચંગે ઉજવણી થઈ છે તાલુકા કક્ષાના ૭૧માં ગણતંત્ર દિવસની ઉજવણી બુઢણા ખાતેની પ્રાથમિક સ્કૂલમાં દેશભક્તિ સાથે ધામધૂમ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી બુઢણા પ્રાથમિક સ્ફુલ ખાતેના ગ્રાઉન્ડમાં મુખ્ય અધિકારી નાયબ કલેકટર રાજેશ ચૌહાણે તિરંગો લહેરાવી ધ્વજવંદન કર્યું હતું જેમાં અધિકારી આગેવાનો સ્થાનિક નેતાઓ સાથે હજારો લોકોએ દેશના ગૌરવ સમાન રાષ્ટ્રધ્વજ સલામી આપી હતી અને ત્યાર બાદ નાયબ કલેકટરે પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

નાયબ કલેકટર રાજેશ ચૌહાણ દ્વારા સરકારની વિવિધ યોજનાઓ તેમજ વિકાસલક્ષી ઉદબોધન કર્યું હતું તેમજ તાલુકાકક્ષાની અનેક શાળાઓના વિધાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરીને સમારોહમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું અને ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા પ્રજાસત્તાક પર્વેની ઉજવણી સમયે ઉપસ્થિત રહેલ બે આર્મી જવાનોને નાયબ કલેકટર રાજેશ ચૌહાણે સન્માનિત કરીને પર્વની શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ જયદેવસિંહે અલગ અલગ વિકાસના કામોની જાહેરાત કરી હતી જ્યારે તાલુકા કક્ષાના તેજસ્વી તારલાઓ તથા શિક્ષકોને સન્માનિત કરાયા હતા સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો.

અહીં અધિકારીઓ અને નેતાઓનો મેળાવડો જોવા મળ્યો હતો તાલુકા કક્ષાના બુઢણા ખાતે ગણતંત્ર પર્વની ઉજવણી નિહાળવાના લોકોત્સવની અસીમતાની પ્રતીતિ એ વાતથી થતી હતી કે વહેલી સવારથી પ્રાથમિક સ્ફુલ ગ્રાઉન્ડ ખાતે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું લોકોએ શરૂઆતથી અંત સુધી રસપૂર્વક સમગ્ર કાર્યક્રમને માણ્યો હતો
Reviewed by ShankhnadNews on 19:53 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.