test
ઉતરાયણ / કાપ્યો છે અને લપેટની કિકિયારીઓ સાથે સિહોરમાં પતંગરસિયાઓએ મચાવી ધમાલ

પંથકમાં ઉતરાયણના તહેવારની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે, યુવક યુવતીઓએ પતંગ કરાતાં જ કાઈપો છે અને લપેટની ચીચીયારીઓથી વાતાવરણને ગજવી દેતી જોવા મળી 

સવારથી જ પતંગ રસિયાઓ છત પર આવી જઈને પતંગ ચગાવી, ધાબા પર ડીજે ગોઠવી દઈને ગીત સંગીતના તાલે પતંગ ઉડાવે છે

મિલન કુવાડિયા
ગુજરાતની ઓળખ સમા ઉતરાયણ પર્વને ઉજવતા સિહોર અને પંથકમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે. સવારથી જ સિહોરીઓ મકાનની છત પર પહોંચી જઈને આકાશને રંગબેરંગી પતંગોથી રંગી નાખ્યું હતું. સિહોરનીઓના ઉત્સાહને બેવડતા પવનદેવે પણ પોતાની ગતિ જાળવી રાખી હોવાથી પતંગરસિયાઓને સવારથી મોજ પડી ગઈ છે. હળવી ઠંડીની વચ્ચે યોગ્ય પવનથી આકાશી યુધ્ધ ચડેલા યુવા હૈયાઓ આનંદ અને ઉલ્લાસ સાથે મકરસંક્રાતિ પર્વની ઉજવણી કરી હતી


બોક્સ..

ઉત્તરાયણના દિવસે ઉજવાય  નવરાત્રી, દિવાળી અને 31 ડિસેમ્બર, ગરબા, ફટાકડા અને મ્યૂઝિકનો ભારે ક્રેઝ

ઉતરાયણની ઉજવણી ગઈકાલે હર્ષભેર થઈ છે જોકે ધીરે-ધીરે સમય જતા ઉજવણીમાં પણ ઘણા ફેરફાર થઇ રહ્યા છે. પહેલાના સમયે પતંગરસીયાઓ સવારે પતંગ અને રાત્રે તુક્કલ ચગાવીને મજા માણતા હતા છે. ત્યારે હવે ઉતરાયણમાં મ્યુઝિક સિસ્ટમ સહિતના સાધાનોનો ટ્રેન્ડ પણ વધી રહ્યો છે. સવારે ધાબે ચઢેલા પતંગબાજો રાત પડતા જ નવરાત્રીના ખેલૈયાઓ બનીને ગરબાના તાલે ઠુમકા લગાવતા નજરે ચઢે છે. તો બીજી તરફ જાણે 31 ડિસેમ્બરની ઉજવણી અધુરી રહી ગઇ હોય તેમ ઉતરાયણમાં પણ ઠેર-ઠેર ડીજે પાર્ટી અને આતશબાજી જોવા મળી હતી


ફોરેસ્ટ વિભાગ દ્વારા અનેક પક્ષીઓની સારવાર કરવામાં આવી

મકરસંક્રાંતિ પર્વ સિહોરની પ્રજાએ મનભરીને માણ્યું, પરંતુ પક્ષીઓ - ભોળા પારેવડા ઉપર કાળચક્ર ફરી વળ્યું હોય તેમ સિહોરમાં અસંખ્ય પક્ષોઓ ઘાયલ થયા હતા ફોરેસ્ટ વિભાગ કંટ્રોલરૂમ દ્વારા ઈજાગ્રસ્ત પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી કાળમુખા પતંગ - દોરાને કારણે લોહીલૂહાણ થવાના બનાવો પણ બન્યા હતા.

Reviewed by ShankhnadNews on 20:31 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.