test
આવતીકાલે વસંતપંચમી, શંખનાદ સંસ્થા દસકો પૂર્ણ કરશે, અગિયારમા પ્રવેશ

ઋણ સ્વીકાર-સિહોરીજનો સાથે જિલ્લાની સામાજિક સંસ્થાઓ, રાજકીય પક્ષો શૈક્ષણિક સંસ્થાઓનો સતત સાથ મળ્યો છે, અનેક મુશ્કેલીઓમાંથી પસાર થઈને અડીખમ સત્યનું વટવૃક્ષ થઈને ઉભી છે આ સંસ્થા


મિલન કુવાડિયા

શંખનાદ પ્રસારણ સેવા આજથી અગિયાર વર્ષે પહેલા વસંત પંચમી ના દિવસે સિંહપુર એટલે સિહોરની પવિત્ર ધરતી ઉપર એક સત્ય અને લોકોની મદદ માટેનું પહેલું ડગલું માંડ્યું હતું. જોત જોતામાં શંખનાદ પ્રસારણ સેવા આવતીકાલે દસકો પૂર્ણ કરીને અગિયારમા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યું છે. હાલના સતત ગળાકાપ હરીફાઈ ના સમયમાં સત્યનો હાથ પકડીને અડગ ઉભું રહેવું એ જ મોટી સિદ્ધિ આ સંસ્થાની છે આજે અગિયાર વર્ષે શંખનાદ એ માત્ર સિહોર શહેર કે ભાવનગર પૂરતું સીમિત નથી રહ્યું સમયના વધતા જતા દોરમાં કદમ થી કદમ મિલાવીને વિશ્વ સ્તરે પથરાઈ ગયું છે. વચમાં એવો કપરો સમય પણ આવ્યો, અનેક વાવાઝોડા સાથે પણ શંખનાદ ટકરાય ગયું પણ સૌના સંવાદ માટે જ શંખનાદ હતું એટલે અડગ ઉભુ રહ્યુ સિહોર ની લાગણીસભર પ્રજા માટે શંખનાદ તેમનો અવાજ બનીને કોઈ પણ સમસ્યાઓ માં આગળ રહ્યું છે. લોકોની સમસ્યાઓ માટે તંત્રના કાન સુધી અવાજ પહોંચાડવા માં શંખનાદ હર હંમેશ સફળ રહ્યું છે. શંખનાદ પ્રસારણ સેવા એ  માત્ર સમાચાર પીરસતી ચેનલ નથી પરંતુ સિહોરીજનો ની લાગણીઓના તાંતણે બંધાયેલ સેવા સંસ્થા છે. સિહોરની ઐતિહાસિક ઝલક દેખાડવાની હોય, શૈક્ષણિક સંસ્થાઓ ના કાર્યક્રમો હોય, સામાજિક સંસ્થાના આયોજનો હોય રાજકીય પક્ષની સભાઓ હોય શંખનાદ સતત હાજર રહીને લોકો સુધી તમામ સમાચારો પહોંચાડતી આવી છે બસ આપનો સહકાર મળતો રહે તેવી આજના દિવસે અપેક્ષાઓ છે...
Reviewed by ShankhnadNews on 19:53 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.