test
વાહ અમિતભાઇ વાહ - તમે સામાન્ય કાર્યકરોના દિલ જીતી લીધા, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સિહોરના છેવાડા કાર્યકરો સાથે મુલાકાત કરી

પ્રદેશ સહમંત્રી જયરાજસિંહ મોરીના ઘરે જઈ લગ્ન દિવસની શુભેચ્છાઓ પાઠવી, એકદમ સાદાઈ અને સરળ સ્વભાવના નેતા એટલે અમિત ચાવડા 

સલીમ બરફવાળા
ગુજરાતના રાજકારણમાં ખાસ કરીને કોંગ્રેસમાં એકદમ સરળ સામાન્ય અને પ્રજા સાથે કાર્યકરો નો માણસ એટલે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા..અમિત ચાવડાની સાદગી અને એમના સરળ સ્વભાવ વિશે બહુ બધું સાંભળ્યું છે અને ગઈકાલે રવિવારે સિહોરના વડલા ચોકમાં જોયું પણ ખરું..ગઈકાલે રવિવારે સિહોરના વળાવડ ખાતે રબારી સમાજનો સમુહલગ્ન સમારોહ યોજાયો હતો જેમાં અમિત ચાવડા ખાસ હાજર રહેવાના હતા આ પ્રસંગે હાજરી આપવા જતી વેળાએ સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ગોહિલ સહિત કાર્યકરો એકઠા થયા હતા અને દરેક કોંગ્રેસી કાર્યકરને વડલા ચોકમાં અમિત ચાવડાએ ગળે લગાડી મુલાકાત કરીને છેવાડાના કાર્યકરનું આ નેતાએ દિલ જીતી લીધું હતું વડલા ચોકે ઉપસ્થિત કાર્યકરોએ અમિત ચાવડાને ફૂલહાર કરીને સ્વાગત કર્યું હતું અમિત ચાવડાએ વડલાવાળી ખોડિયાર મંદિરે શીષ ઝુકાવીને દર્શન લાભ લીધો હતો ઉપરાંત પ્રદેશના સહમંત્રી અને મૂળ સિહોરના યુવા જયરાજસિંહ મોરીનો ગઈકાલે લગ્ન દિવસ હતો.

તે પ્રસંગે અમિત ચાવડા ખૂદ જયરાજસિંહ મોરી અને તેમના પત્નીને શુભેચ્છાઓ આપવા પ્રદેશ કક્ષાના માણસ અમિત ચાવડા તેમના ઘરે જઈ રૂબરૂ મુલાકાત કરીને શુભેચ્છાઓ પાઠવી હતી એક પ્રદેશ કક્ષાના મોટા ગજાના નેતા અમિત ચાવડાની આટલી શાલીનતા સાદાઈ નરમાઈશ અને સ્વભાવે સામાન્ય કાર્યકરોના દિલ જીતી લીધા છે કારણકે રાજકારણમાં આપડે જોતા હોય છે કોઈ ધારાસભ્ય કે સાંસદ અથવા કોઈ મોટા નેતાઓના ઘમંડ અને પોતાની સત્તાઓના પાવરમાં કાર્યકરોને ભૂલી જવાતો હોય છે.

પરંતુ અમિત ચાવડાની આટલા કાર્યક્રમોની વ્યસ્તતા સમગ્ર રાજ્યમાં પક્ષની જવાબદારી છતાં પણ છેવાડાના કાર્યકરોને મળવા માટે સમય કાઢે ત્યારે અમિત ચાવડા પાસેથી બીજા નેતાઓએ રાજનીતિ અને રાજકારણ શીખવુ રહ્યું અને સિહોરનો દરેક મુલાકાતી કોંગ્રેસી કાર્યકર બોલી ઉઠ્યો નેતા હોઈ તો અમિત ચાવડા જેવા ત્યારે કહીશું કે વાહ અમિતભાઈ વાહ તમે સામાન્ય કાર્યકરોના દિલ જીતી લીધા
Reviewed by ShankhnadNews on 19:44 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.