test
વલ્લભીપુરમાં કોંગ્રેસ સંવાદ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની સરકાર સામે ધબ-ધબાટી 

ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી મળતું નથી, પાક નુકશાનીનો વીમો નથી મળતો, યુવાનો બેરોજગાર છે, જીઆઇડીસીઓની માંગણીઓનો સરકાર જવાબ નથી આપતી - અમિત ચાવડાના આકરા પ્રહાર

મિલન કુવાડિયા
ગઈકાલે વલ્લભીપુર ખાતે જિલ્લા કોંગ્રેસ આયોજિત સંવાદ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતા જણાવ્યું હતું કે ખેડૂતો ને સિંચાઈ માટે નર્મદાનું પાણી નથી મળતું, પાક નુકસાનીનો વીમો નથી મળતો, યુવાનો બેરોજગાર છે, જીઆઈડીસીની માગણીનો સરકાર જવાબ નથી આપતી. દવાખાનામાં ડૉકટરો - સુવિધાઓ નથી, રસ્તાના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થાય છે. ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે સહિતની સરકારની નિષ્ફળતા બાબતે વલ્લભીપુર ખાતે યોજાયેલ સંવાદ કાર્યક્રમમાં અમિત ચાવડાએ આકરા પ્રહાર કર્યા હતા ગઈકાલે રવિવારે બપોરના સમયે વલ્લભીપુર ખાતે જિલ્લા કોંગ્રેસ આયોજિત સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 જેમાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, જિલ્લા અધ્યક્ષ પ્રવીણ રાઠોડ, સંજયસિંહ સરવૈયા, દિલીપસિંહ ગોહિલ, કરશનભાઈ વેગડ, નાનુભાઈ ડાખરાની વિશેષ ઉપસ્થિતિમાં સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કાર્યકરો સાથે સીધો સંવાદ કર્યો હતો કોંગ્રેસી દરેક કાર્યકરોને એક થવા હાંકલ કરી હતી આવતા દિવસોમાં કોંગ્રેસને મજબૂત બનાવવા સૌને કામેં લાગી જવા તેમજ સરકારની નિષ્ફળતા સામે અનેક સવાલો ઉઠાવીને ખાસ કરીને જિલ્લાને લગતી સમસ્યાઓ સામે સરકારની સામે સવાલો ઉઠાવ્યા હતા અહીં સંવાદ કાર્યક્રમમાં પ્રદેશ આગેવાનો જિલ્લા તાલુકા વલ્લભીપુર શહેરના આગેવાન કાર્યકરો મોટી સંખ્યામાં હાજરી આપી હતી સંવાદ કાર્યક્રમને સફળ બનાવવા વલ્લભીપુર શહેર કોંગ્રેસ પ્રમુખ યુવા ભાવિક ધાનાણી અને ટીમે ભારે જહેમત ઉઠાવી હતી અને સંવાદ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જેની નોંધ પણ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ લીધી છે
Reviewed by ShankhnadNews on 19:40 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.