test
સિહોર ગોપીનાથ મહિલા કોલેજનો વાર્ષિકોત્સવ ભવ્ય રીતે ઉજવાયો, મહિલા મંત્રી વિભાવરીબેન હાજર રહ્યા

મંત્રી વિભાવરીબેન દવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના કુલપતિ મહિપતસિંહ ચાવડાની ખાસ ઉપસ્થિતમાં કાર્યક્રમનું આયોજન 

હરેશ પવાર..બ્રિજેશ ગૌસ્વામી
સિહોરની ગોપીનાથજી મહિલા કોલેજનો વાર્ષિકોત્સવ આજે સોમવારની સમી સાંજના ઉજવાયો છે ગોપીનાથજી મહિલા કોલેજ ગ્રાઉન્ડમાં સંસ્થા દ્વારા પૂર્વ નિર્ધારિત વાર્ષિકોત્સવનું ભવ્ય થી ભવ્ય આયોજન કરાયું હતું કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મહિલા બાળ કલ્યાણ શિક્ષણ યાત્રાધામ મંત્રી વિભાવરીબેન દવે, ભાવનગર યુનિવર્સિટી કુલપતિ મહિપતસિંહ ચાવડા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ભાવનગર મેયર મનભા મોરી, સિહોર નગરપાલિકા પ્રમૂખ દીપ્તિબેન ત્રિવેદી, ઉદ્યોગપતિ દેવુભાઈ ધોળકિયા વિશેષ હાજર રહ્યા હતા ૨૦૧૫ થી શરૂ થયેલી ગોપીનાથ મહિલા કોલેજ ધીરે ધીરે ઉછેર સાથે થોડા જ સમયમાં શિક્ષણનું વટવૃક્ષ બની છે.

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી હતી દીપપ્રાગટય બાદ મુખ્ય મહેમાનોનું સ્વાગત સન્માન સાથે સંસ્થાનો વાર્ષિક અહેવાલ રજુ કરાયો હતો જ્યારે વર્ષ દરમિયાન ક્રમાંક મેળવનાર વિધાર્થીનીઓનું સન્માન કરાયું હતી ત્યાર બાદ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના ચેરમેન રમેશભાઈ રાઠોડ, ડો દિલીપભાઈ જોશી, આચાર્ય યોગેશ જોશી સહિત સ્વામીશ્રી પરમહંસ ફાઉન્ડેશન ટ્રષ્ટ અને ગોપીનાથ મહિલા કોલેજ સ્ટાફે ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
Reviewed by ShankhnadNews on 21:06 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.