test
સિહોર શહેરમાં રખડતા ઢોરના ત્રાસથી રાહદારીઓ ત્રાહિમામ

નગરપાલિકાનું જવાબદાર તંત્ર ખુલ્લી આંખે ઉંઘી રહ્યું છે અને લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે

દેવરાજ બુધેલીયા
સિહોર શહેરમાં છેલ્લા થોડા દિવસોથી રખડતા ઢોરનો ત્રાસ અસહ્ય વધી જતા રાહદારીઓ આ ઢોરની ધીકે ચડી નાની મોટી ઈજાઓનો શિકાર બની રહ્યા છે ત્યારે જવાબદાર નગરપાલિકાનું નિંભર તંત્રની નિષ્ક્રીયતા ટીકાસ્પદ બની છે સિહોર શહેરની મેઈન બજાર વડલા વાળી ખોડિયારથી મોટા ચોક સુધીની બજાર, કાપડ બજાર રેડીમેન બજાર, સોની બજાર, કટલેરી બજાર, શાકબકાલા તથા ફ્રુટની દુકાનો તેમજ બે શાકમાર્કેટો આવેલ હોય તેમજ મીઠાઈઓની દુકાનો પણ આવેલ હોય જેના કારણે સવારથી સાંજ સુધી આવી બજારોમાં ધુમ ગીરદી રહેતી હોય છે અને હાલ લગ્નસિઝન સિહોરના ગામડાઓ માંથી ગામે ગામથી લોકો ખરીદી કરવા આવતા મુખ્ય બજારોમાં મેળાવડો હોય તેવી ગીરદી સવારથી સાંજ સુધી રહે છે પરંતુ આવી દરેક બજારોમાં તથા સિહોરના જાહેર રસ્તાઓ પર રખડતા ભટકતા માલ ઢોરોનો સખત ત્રાસ છે અને આવા માલઢોર ખુંટીયાઓનો પણ અવારનવાર જાહેર રસ્તાઓ પર બાખડતા રાહદારીઓ અને વાહન ચાલકોને અડફેટે લઈ લે છે અને અવાર નવાર લોકો નાની મોટી ઈજાઓનો ભોગ બને છે સિહોર શહેરમાં આવા ખુંટીયા તથા રખડતા ભટકતા માલઢોરના કારણે સિહોરની જનતા તોબા પુકારી ગઈ છે અને અવારનવાર આવા ખુંટીયા રાહદારીઓને ઢીકો મારી હાની પહોંચાડી રહ્યા હોવા છતાં સિહોર નગરપાલિકાનું અંધેર તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં નહીં આવતા સિહોરની જનતામાં રોષની લાગણી ઉત્પન્ન થવા પામી છે તો પાલિકાનું તંત્ર પોતાની ઘેરી નીંદરમાંથી જાગી યોગ્ય કાર્યવાહી કરશે ખરૃ ?
Reviewed by ShankhnadNews on 20:56 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.