પ્રજાસત્તાક પર્વે તળાજાના નભમાં છવાશે તિરંગો
જિલ્લાની સૌ પ્રથમ 2 કિમિના રાષ્ટ્રધ્વજ સાથે 26મી નીકળશે યાત્રા
બે યુવાન ના કાર્યને બિરદાવતા રાજ્યના મુખ્યમંત્રી રૂપાણી-શુભેચ્છાઓ પાઠવી
સલીમ બરફવાળા
26મી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિવસ. દેશમાં ઠેરઠેર પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાષ્ટ્રીય ભક્તિ સાથે કરવામાં આવતી હોય છે સિહોર ભાવનગર તેમજ જિલ્લાની શાળાઓમાં સામાજિક સંસ્થાઓ સાથે સરકારી કચેરીઓમાં પણ દેશભક્તિ ના ગાન સાથે આઝાદીની વાતો થી પ્રજાસત્તાક પર્વને રંગેચંગે ઉજવાશે. પણ તળાજાના બે નવયુવાન કાર્યકર્તા વૈભવ જોષી અને આઈ.કે.વાળા દ્વારા જિલ્લામાં પ્રથમ વખત પ્રજાસત્તાક પર્વની એક અલગ જ ઉજવણી કરવાનું વિચારી ને જિલ્લામાં એક ઐતિહાસિક રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સૌ સાક્ષી બનશે. ૨૬ મી જાન્યુઆરીના દિવસે ૨ કિમિ ની લંબાઈ નો રાષ્ટ્રધ્વજ સાથે તળાજાના માર્ગ ઉપર ત્રિરંગો લહેરાઈ ઉઠશે. તળાજા શહેરના સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ ના સંયુક્ત ઉપક્રમે કાર્યકમનું ભવ્ય થી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ ત્રિરંગા યાત્રામાં ૨૩ શાળાના ૫૧૦૦ વિદ્યાર્થીઓ જોડાશે અને દેશભક્તિથી આ બાળકોના સંસ્કારનું સિંચન કરાશે. દેશની આન બાન અને શાન એવા ત્રિરંગા યાત્રા માટે રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ આ નવ પ્રયાસ ને બિરદાવી ને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે આંતરરાષ્ટ્રીય લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે પણ બંને યુવાનોને શુભેચ્છાઓ પાઠવી ને તેમના કાર્યને તેમજ તેમની દેશભક્તિ ને બિરદાવી હતી. આ જિલ્લાની ઐતિહાસિક ત્રિરંગા યાત્રામાં જોડાવા આયોજક કન્વીનર દ્વારા આહવાન કરવામાં આવ્યું છે. તળાજામાં છવાશે દેશભક્તિ નો રંગ ને ગુંજી ઉઠશે વંદે માતરમ નો નાદ.

Reviewed by ShankhnadNews
on
19:52
Rating:

No comments: