test
આવતીકાલે સિહોરના મોક્ષધામ ખાતે ગેસભઠ્ઠી લોકાર્પણ કાર્યક્રમ, 

સ્મશાન ખાતે વિશિષ્ટ ગેસ ભઠ્ઠી તૈયાર કરવામાં આવી, મહિલા સાંસદ ભારતીબેન ખાસ ઉપસ્થિત રહેશે

દેવરાજ બુધેલીયા
સિહોર સ્મશાન ખાતે આવતીકાલે ગેસ આધારીત ઇલેક્ટ્રોનિક ભઠ્ઠીનું લોકાર્પણ થનારું છે જેમાં મહિલા સાંસદ ભારતીબેન શિયાળ ખાસ ઉપસ્થિત રહેવાના છે છેલ્લા ઘણા વર્ષો થી સિહોર સેવા સમાજ સંસ્થા સંચાલિત મોક્ષધામ ખાતે ગેસ સંચાલિત ભઠ્ઠીની માંગણીને અનુલક્ષીને થોડા સમય પહેલા સિહોર ભાવનગરના સાસંદ ડો. ભારતીબેન શિયાળે રૂ.13 લાખ તેમની ગ્રાંટમાંથી ગેસ ભઠ્ઠી મંજુર કરવામાં આવેલ તેમજ સિહોરના વતની અને અગ્રણી ઉધોગપતિ દાતા નંદલાલ મુળજી ભુતા પરિવાર તરફથી રૂ.21 લાખનું અનુદાનથી સિહોર મોક્ષધામ ખાતે ગેસ સંચાલિત ભઠ્ઠીનો લોકાર્પણ કાર્યક્રમ સાંસદ ડો. ભારતીબેન શિયાળ, તેમજ જેનબ્રક ફાર્મા લી.ના ચેરમેન આશિષભાઇ ભુતા, મહામંડલેશ્વર સ્વામિ પૂ. સ્વરૂપાનંદ સરસ્વતિજીની વિશેષ ઉપસ્થિતિમાં આવતીકાલે તા.25/11ને બુધવારે સવારે 11 કલાકે મોક્ષધામ ખાતે યોજાશે. આ લોકાર્પણ કાર્યક્રમમાં સિહોર શહેરની સામાજિક અને રાજકીય સંસ્થાઓ, સહકારી આગેવાનો, તમામ જ્ઞાતિના હોદેદારો, સિહોર શહેરની સમગ્ર જનતાને ઉપસ્થિત રહેવા સિહોર સેવા સમાજ સંસ્થા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.
Reviewed by ShankhnadNews on 16:07 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.