test
સિહોર સરકારી હોસ્પિટલ ખાતે સોનોગ્રાફી મશીન ફરી શરૂ

લોકોને ભાવનગરના ધક્કા બંધ થશે, શોભાના ગાંઠિયા સમાન બનેલું મશીન ફરું શરૂ, દર્દીઓની હેરાનગતિ ઓછી થઈ, ગુરુવારે શંખનાદે અહેવાલ છાપ્યો હતો

હરેશ પવાર
સિહોર સરકારી હોસ્પિટલ ખાતે રહેલું સોનોગ્રાફી મશીન છેલ્લા કેટલાક દિવસોથી બંધ હાલતમાં હતું લોકોની તકલીફ અને મુશ્કેલીઓની ફરિયાદો વચ્ચે શંખનાદ દ્વારા આ અંગે અહેવાલ પણ પ્રસારિત કરાયો હતો સિહોર શહેર અને આજુબાજૂનો વિસ્તાર બહુ મોટા પ્રમાણમાં ફેલાયેલો છે શહેરની સરકારી હોસ્પિટલ ખાતે બહુ મોટા પ્રમાણમાં દર્દીઓ આવતા જત હોઈ છે જેથી લોકોની તકલીફ અને ઉઠતી ફરિયાદોને લઈ સોનોગ્રાફી મશીન બંધ હોવાથી લોકોને ભાવનગર સુધીના ધક્કા થતા હોવાનું પ્રજાભિમુખ શંખનાદ દ્વારા અહેવાલ પ્રસારિત કરાયો હતો બંધ સોનોગ્રાફી મશીનને તાકીદે રીપેરીંગ કરીને શરૂ કરવા લોકોની માંગને લોકો સુધી પોહચાડી હતી સોનોગ્રાફી મશીન બ્રેક થઈ જવાના કારણે આ સમસ્યા સર્જાય હતી સોનોગ્રાફી મશીન રીપેરીંગ માટે બહારથી એન્જીનીયર આવતા હોય છે એમની રીપેરીંગ વિઝીટની રકમ પણ હોઈ છે ત્યારે તંત્ર વિભાગ દ્વારા સોનોગ્રાફી મશીનને તાકીદે રીપેરીંગ હાથ ધરીને ફરી સિંહોરની સરકારી હોસ્પિટલ ખાતે સોનોગ્રાફી મશીન શરૂ કરાતા લોકોની હેરાનગતિ પણ ઓછી થશે અને ભાવનગર જવાના ધક્કા પણ નહીં રહે.
Reviewed by ShankhnadNews on 20:47 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.