રંઘોળા આહીર સમાજના ડાયાભાઇ ડાંગરે દર્દીઓ માટે આપ્યું અનુદાન
પોતાની મરણમૂડી માંથી દર્દી નારાયણની સેવામાં આપ્યા ૧ લાખ ૧૧ હજારનું અનુદાન
નિલેશ આહીર
કોરોના વૈશ્વિક મહામારીમાં અનેક ભામાશાઓ આગળ આવીને દેશનું આર્થિક તંત્રને ટેકો દેવામાં લાગી પડ્યા છે. આવા જ એક જાજરમાન વ્યક્તિત્વ ધરાવતા રંઘોળા ગામના આહીર સમાજનું ગૌરવ એકે ડાયાભાઇ વાશીંગભાઈ ડાંગર દ્વારા ટીબી હોસ્પિટલમાં પોતાની મરણ મૂડીની રકમમાંથી દર્દીઓની સેવા માટે રૂપિયા ૧ લાખ ૧૧ હજારનું અનુદાન કરેલ છે. પોતે નિવૃત સરકારી કર્મચારી છે અને અન્ય લોકોની બને એટલી મદદ કરવી અને લોકોના દુઃખમાં ભાગીદાર થવું એવી જ એમની જીવન શૈલી છે. કોરોના ની મહામારીના કપરા સમયમાં લોકોને સેવાકાર્ય કરવા માટે પ્રેરણારૂપ છે ડાયાભાઇ ડાંગર. હોસ્પિટલના ટ્રસ્ટી મંડળ દ્વારા ડાયાભાઈ આહીરનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

No comments: