test
મિકો, ખેડૂતો, કર્મચારીઓ, યુવાનો, વાલીઓ, કારખાનેદારો,દુકાનદારોની ખુશી લોકડાઉન!

લોનના હપ્તા મોકુફ રાખવામાં'ય બેન્કોની બાબુશાહી, નોકરી-ધંધા બંધ, ટયુશન ફી,વિજબિલ,હાઉસટેક્ષ,લોન પ્રિમિયમ બધુ ચાલુ, ઉપરથી નફાખોરો તેલને, સરકાર ઈંધણને મોંઘુ બનાવે, લોકડાઉનની ઘંટીના બે પડ વચ્ચે પીસાતો મધ્યમવર્ગ 

સલીમ બરફવાળા
કોરોનાના કેસો વધવા સાથે આર્થિક કટોકટીની ચિંતા પણ આમ નાગરિકોમાં પ્રસરી રહી છે.લોકડાઉનના નિયમોની ભરમાર વચ્ચે  રોજ પરસેવો પાડીને હક્કની રોજીરોટી કમાનારા શ્રમિકો અને કારીગરો, પરસેવો પાડીને પાક ઉગાડીને ગુજરાન ચલાવતા ખેડૂતો, ઓછા-વધતા પગારે કલાકો નોકરી કરીને ઘરખર્ચ કાઢતા યુવાન-પ્રૌઢ નોકરિયાતો, સંતાનોને કમ્મરતોડ ફી ભર્યે રાખતા વાલીઓ, અનેકવિધ સરકારી ખર્ચાઓ વચ્ચે ખર્ચ અને આવકના બે છેડાં ભેગા કરતા મધ્યમ દુકાનદારો અને કારખાનેદારોની ખુશી હાલ લોકડાઉન થઈ ગઈ છે જેમના માટે કોઈ આશા જગાવતી યોજના પણ નથી. લોકડાઉન-૩ શરુ થયું ત્યારે કેન્દ્ર સરકારના આદેશમાં જે છૂટછાટો આપી હતી તે ગુજરાતમાં સિહોર ભાવનગર સહિત અનેક શહેરોને મળી નથી. લોકો લોકડાઉનને દોઢ માસથી સહયોગ આપી રહ્યા છે પરંતુ હવે લોકો પાસે આર્થિક બચત ખૂટી છે અને હાલ પણ આવક બંધ છે ત્યારે લોકોમાં ભવિષ્યમાં ખર્ચ કેમ કાઢશું તેની ચિંતાના વાદળો છવાવા લાગ્યા છે. આવક બંધ થવા સાથે ખર્ચ બંધ થાય તો લોકો એટલા સહનશીલ છે કે ઘરમાં બેઠા હજુ એકાદ માસ કાઢી નાંખે. પરંતુ, ઈન્કમટેક્સ, ટી.ડી.એસ.માં કપાત થઈ ગઈ છે, કારલોન, સ્કુટરલોન, જીવનવિમા, હેલ્થ ઈન્સ્યુરન્સ વગેરેના પ્રિમિયમ નથી બાકી રખાતા કે નથી ઓછા કરાયા, હાઉસટેક્સ વસુલવાનું શરુ થઈ ગયું છે, વિજબિલમાં નગણ્ય રાહત મળી છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય ક્રૂડના લાંબા સમયથી નીચા ભાવનો લાભ દેશની જનતાને આપવો જ ન હોય તેમ કેન્દ્ર ઉપરાઉપરી તેના પર એક્સાઈઝ ડયુટી  વધારીને પેટ્રોલ ડીઝલ મોંઘુ રાખ્યું છે.  આ કારણે લોકડાઉનના કારણે મંદી ભોગવતા લોકો બહાર ધંધો કરવા નીકળે તો ઈંધણ ખર્ચ ઉંચો જ ચૂકવવો પડે તેમ છે. બેન્કો ત્રણ માસના લોનના હપ્તા મોકુફ રાખશે તેવી જાહેરાત થઈ છે પણ સરકારે એ તપાસ કરાવવી જોઈએ કે કેટલી બેન્કોએ કેટલા લોકોના  હપ્તા મોકુફ રાખ્યા?
Reviewed by ShankhnadNews on 20:37 Rating: 5

No comments:

BANNER

Place this code where you want an ad to appear. Do this for each individual ad unit, on every page.
Powered by Blogger.